અમે લવ કરીએ છીએ પણ મેરેજ ન થાય તો એ પહેલાં સેક્સ માણીએ તો શું વાંધો ?  - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • અમે લવ કરીએ છીએ પણ મેરેજ ન થાય તો એ પહેલાં સેક્સ માણીએ તો શું વાંધો ? 

અમે લવ કરીએ છીએ પણ મેરેજ ન થાય તો એ પહેલાં સેક્સ માણીએ તો શું વાંધો ? 

 | 3:03 pm IST

યૌવનની સમસ્યા :- સોક્રેટિસ

સોક્રેટિસજી,

સંદેશનો હું પહેલેથી ચાહક છું. સ્કૂલમાં ભણતો ત્યારથી મને સંદેશ વાંચવાનો શોખ છે, એમાંય એની પૂર્તિઓ તો બધી જ વાંચી નાખંુ. હવે ઉંમર વધતાં તમારી યૌવનની સમસ્યા કોલમ વાંચવાની મજા પડે છે. હું અને મારા મિત્રો તો વાંચીએ જ છીએ, હવે મારી ગર્લફ્રેન્ડ પણ વાંચતી થઇ ગઇ છે. અમારે બંનેને એક સમસ્યા છે એટલે અમે સાથે જ તમને જણાવવાનું નક્કી કર્યુ છે. અને બંને એક જ કોલેજમાં છીએ. જોકે, બંનેના ક્લાસ અલગ છે. અમે પુસ્તકો, ગાઇડોની આપલે કરતાં કરતાં ખાસ ફ્રેન્ડ બની ગયાં છીએ. અમને હવે ખ્યાલ આવી ગયો છે કે અમારા બંને વચ્ચે ખરો લવ છે એટલે અમે બંનેએ મેરેજ કરવાનું પણ નક્કી કરી લીધું છે. મારી ફ્રેન્ડ અને અમારા વચ્ચે સેક્સ માણવા બાબત વિચારભેદ છે. એ કહે છે કે મેરેજ નક્કી હોય તો પણ મેરેજ પહેલાં સેક્સ ન માણવું જોઇએ. હું કહું છું કે ક્યાંક મેરેજ ન થાય અને છૂટાં પડી જઇશું તો દુઃખ તો થાય જ પરંતુ ત્યારે સેક્સ નહીં માણવાનો વસવસો રહે. મારા આ તર્ક સામે એય વિમાસણમાં પડી ગઇ છે એટલે અમે પૂછી લેવાનું વિચાયુંર્ છે. આપ અમને માર્ગદર્શન આપશો જ એવી આશા છે.

પરમસિંહ (નામ બદલ્યું છે) 

તારો ઈ-મેઇલ ખૂબ જ સ્પષ્ટ છે. તમે બંને પુખ્ત વિચાર ધરાવો છે એ જાણી આનંદ થયો. તમારા બંને વચ્ચે ફ્રેન્ડશિપ થવી અને તે ગાઢ બની લવમાં પરિણમવી એ સ્વાભાવિક છે. તમે બંનેએ આ કોલમ વાંચીને સલાહ માગી એ તમારા તંદુરસ્ત સંબંધો અને એવા જ વિચારો દર્શાવે છે. બાકી ફ્રેન્ડશિપ ચાલુ થાય એટલે તરત જ યુવક-યુવતીઓ સેક્સ માણવા માંગતાં હોય છે. કોઇને કોઇની સલાહ લેવાનું સૂઝતું નથી, કારણ કે વિચારે તો એવું સૂઝેને ? હવે યંગ જનરેશન સેક્સ બાબતમાં ભાગ્યે જ કશું વિચારતી હશે. હવે ઇન્ટરનેટ-ડિજિટલ સોશિયલ માધ્યમો અને ટીવી., ફિલ્મો નર્યું સેક્સ જ પીરસે છે. સેક્સ એજ્યુકેશનની મોટીમોટી વાર્તા થાય છે, પરંતુ અત્યારે પોર્ન ફિલ્મો, વીડિયોમાં વગેરે પર કંઇ જ નિયંત્રણ નથી. તેનાથી શિક્ષણને બદલે ગેરસમજમાં વૃદ્ધિ થાય છે. જેથી સ્કૂલમાં ભણતાં બાળકો પણ સેક્સના રવાડે ચઢી જાય છે. આવી પરિસ્થિતિ વચ્ચે તમે સંયમ જાળવ્યો છે એ પ્રશંસનીય છે. તમારી સમસ્યાનો હલ તમે શોધી શકો એમ છો જ, પરંતુ જે સવાલ તમને બંનેને થયો છે તે લવ બોન્ડેજનો છે. જે વ્યક્તિને લવ કર્યો અને સર્વસ્વ કેમ ન સોંપ્યું? એક સુનહરી યાદને બદલે હંમેશ માટેનો વસવસો શા માટે વેંઢારવો?

આમ તો તમારા તર્કમાં ખાસ્સું વજન છે, પરંતુ તમે એવું કેમ નથી વિચારતા કે કોઇપણ સંજોગોમાં મેરેજ કરીને જ રહેશો. કોઇપણ પરિસ્થિતિ સર્જાય તો તેનો મુકાબલો કરવા તૈયાર રહો. હજી તો તમારો સ્ટડી જ પૂરો નથી થયો, એ પૂરો થયા પછી સેટલ થવાનું રહેશે. ત્યારબાદ જ મેરેજ કરવાના આવશે. એ દરમિયાન તમારા પરિવારો તરફથી કોઇ આફત ઊભી થાય તો તે માટે પણ તમારે મક્કમ રહેવું પડશે. તમે સેટલ થયા પછી તમારા પરિવારને મેરેજ અંગે વાત કરજો. તેઓ ન માને તો સમજાવજો અને છતાં ન માને તો તમારે સમય પ્રમાણે આગળ વધવું પડશે. તમારો નિર્ણય ત્યારની પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. તમારે જરૂર પડે કાનૂની રાહ લેવા માટે પણ તૈયાર રહેવું પડશે. આમ છતાં એવી કોઇ પરિસ્થિતિ સર્જાય તો શું ? તો તમારે એ સમયે મેરેજ પહેલાં, જુદા પડતાં પહેલાં સેક્સ માણી લઇ કાયમી યાદ રાખવી અને બીજો વિકલ્પ છે કે સેક્સનો વિચાર સુધ્ધાં ન કરવો. આખરે લવ સેક્સનો ગુલામ નથી. ખરા લવમાં સેક્સનું કોઇ જ મહત્ત્વ નથી. લવ મોટી શક્તિ છે, એની દિવ્યતાનો અનુભવ કરી શકશો. એટલે પરિસ્થિતિ મુજબ જ આગળ વધજો. હાલ સેક્સ માણવાનું વિચારવું ન જોઇએ.

(તસવીર પ્રતીકાત્મક છે)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન