અમે લવમેરેજ કર્યા ને એ આડી લાઈને ચઢી ગયોે, શું કરવું? - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • અમે લવમેરેજ કર્યા ને એ આડી લાઈને ચઢી ગયોે, શું કરવું?

અમે લવમેરેજ કર્યા ને એ આડી લાઈને ચઢી ગયોે, શું કરવું?

 | 7:41 am IST

યૌવનની સમસ્યાઃ સોક્રેટિસ

સોક્રેટિસજી,

નમસ્કાર,

હું આપની યૌવનની સમસ્યા કોલમ દર બુધવારે રેગ્યુલર વાંચું છંુ. અને મને બહુ ગમે છે. કારણ કે તેમાં બધી જ યુવા સમસ્યાનું સમાધાન મળી જાય છે. તો સર, મારે પણ એક સમસ્યા છે. મંે બહુ જ વિચારી વિચારીને સોલ્યુશન શોધ્યું પણ મળ્યું નહીં એટલે તમને મારી સમસ્યા જણાવું છું. અને તમે મને સમાધાન આપશો એવી આશા રાખું છું.

મારુંં નામ પરી છે. હું બરોડામાં રહું છું. સારી કંપનીમાં જોબ કરું છું અને વેલએજ્યુકેટેડ છું, પણ કહેવાય છે કે ”પ્રેમ

આંધળો ધ્યેય છે” સર જી, હું ૯માં ધોરણમાં હતી ત્યારથી મને એક સાવ સામાન્ય ગામડાના છોકરા જોડે લવ થઈ ગયો, એ જ મારો ફર્સ્ટ લવ. ત્યાર પછી અને આઠ વર્ષ સુધી લવ રિલેશનશિપમાં રહ્યા પણ અમે કોઈ જ સીમા ઓળંગી ન હતી, પરંતુ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. ત્યારબાદ આખરે અમે ૨૧વર્ષની ઉંમરે મારા ઘરવાળાની વિરુદ્ધ ભાગીને લવમેરેજ કર્યા. હું વેલસેટલ્ડ ફેમિલીમાંથી હતી, ને એ તો ગામડામાંથી હતો. તેનું ઘર પણ ગામડાંમાં હતું, પરંતુ મંે પ્રેમને ખાતર હું એ ગામડાંની બધી જ પરિસ્થિતિ પાર કરી અને એના ફેમિલીમાં એડજસ્ટ થઈ ગઈ. પણ બધી જ વાતે તકલીફ એટલે મેં એને કહ્યું કે આવું ક્યાં સુધી ચાલશે. અહીં તો કંઈ જ મળતું નથી. ચાલ આપણે સિટીમાં રહેવા જઈએ. ત્યાં ભાડેથી રહીશું અને જરૂર પડે જોબ કરીશ. તેના ફેમિલીમાં તેના મમ્મી-પપ્પા હતાં. અમે ચાર જણ સિટીમાં રહેવા આવ્યા પણ સમય જતા તે અવળી લાઈનમાં ચઢી ગયો. દારૂ પીધો અને નોકરી-ધંધો કર્યો નહીં. આવી પરિસ્થિતિમાં મેં અને તેની મમ્મીએ ખૂબ મહેનત કરીને આખા ઘરની જવાબદારી સંભાળતા હતા. મારે એનું બધું જ પૂરું કરવું પડતું હતું. તેનાં બધાં મોજશોખ મેં પૂરા કર્યા, પરંતુ એ સુધર્યો નહીં. સાત સાત વર્ષ સુધી મેં એને સમજાવ્યો. આખરે કંટાળીને મમ્મીના ઘરે જતી રહી, પણ મને એના પ્રત્યે બહુ જ પ્રેમ છે એટલે તે દિલમાંથી નીકળતો નથી, અને બીજુ કે તે તેનાં મમ્મી-પપ્પાનો એકનો એક છે. અને એટલે મને એવું થાય છે કે હું એને છોડીશ અને એ કશું કરી નાંખશે તો ? હું એને અનહદ પ્રેમ કરું છું, પરંતુ લાઈફ જીવવા માટે એટલું પૂરતંુ નથી. બધી જ રીતે બંને જણે એકબીજાને સપોર્ટ કરવો જોઈએ. હું કંટાળી ગઈ છું. તમે જ કહો મારે એને છોડી દેવો જોઈએ કે એની સાથે જ રહેવું જોઈએ? હું શું કરું ?

પરી,

તારા પત્રમાં તારો તારા પ્રેમી પતિ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ તરી આવે છે. તું એને ખરેખર પ્રેમ કરે છે, એય તને પ્રેમ કરતો હોવાનું પણ તું જ કહે છે. જોકે, મેરેજ પણ એટલે જ તો કર્યા. પરંતુ તારા પત્રમાં એક વાત તેં જણાવી નથી કે તમે બંને કેટલું ભણ્યા? તું સારી કંપનીમાં નોકરી કરે છે, એટલે સારંુ ભણી હશે, ૯મામાં હતી ત્યારથી જ તને

પ્રેમ થઈ ગયો. એ ત્યારે તારી સાથે જ ભણતો હશે. ગામડાંનો છે એટલે અપડાઉન કરતો હોઈ શકે. છ વર્ષ લવ રિલેશન બાદ ભાગીને લગ્ન કર્યા. ગ્રેજ્યુએટ થયા હોવાની શક્યતા છે. એ શરૂઆતમાં નોકરી કરતો હતો અને પછી આડી લાઈને ચઢી દારૂ પીવા માંડયો અને નોકરી છોડી દીધી. હવે મુખ્ય સવાલ એ તારી જેવી પ્રેમિકા પત્ની હોવા છતાં દારૂના રવાડે કેમ ચઢયો ? કદાચ ખોટી સોબતને લીધે એવું બન્યું હોય ! પરંતુ તેથી પ્રેમ ઓછો ના થઈ જાય. તું એને સમજાવે છતાં ના સમજે એમ કેમ? આ પરિસ્થિતિમાં એક વાત અનુમાન એવું થઈ શકે છે એને તારા જેવી સારી નોકરી મળી ન હતી. એ લઘુતાગ્રંથિથી પીડાવા માંડયો છે. તું તેનાથી હોશિયાર પણ છે એટલે આ બાબત સ્વાભાવિક છે. એ લઘુતાગ્રંથિને પગલે ડિપ્રેશનનો શિકાર બની ગયો છે. પ્રેમ ગમે તેવી પરિસ્થિતિમાંથી માણસને બહાર લાવી શકતો હોય છે. હાલ તું પિયર જતી રહી છે તે આમ તો ખૂબ જરૂરી હતું. એને દિલમાં અને દિમાગમાં ઝટકાની જરૂર છે. તો જ એને ભાન થશે કે તેં એને કેટલો પ્રેમ કર્યો છે અને કેટલો સંભાળ્યો છે. તને પ્રેમ કર્યો છે એટલે એ ચોક્કસ વિચારશે જ ! તું થોડી રાહ જો … એ જાતે જ તને તેડવા આવશે … ! એ હવે ક્યારેય દારૂ નહીં પીવાનું વચન પણ આપશે અને નોકરીએ લાગવાનુંય કહેશે. આ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. એ આમ કહે એટલે એમ કરશે જ એમ માની લેવું નહીં. કારણ કે વ્યસનીઓ આમ જ કહે છે અને પછી પાછા એ જ રવાડે ચઢી જાય. એટલે તારે આ વાત યાદ રાખી તેની પાસેથી વચન લઈને ફરી તેની પાસે જવું. એ દારૂ પીવા માંડશે એટલે એના પ્રિક્રોશન રૂપે થઈ તારે એને દારૂ છોડાવવાની ટ્રીટમેન્ટ આવે છે તે કરાવવી જરૂરી રહેશે. એ જાતે જ છોડી દે તો આવી સમસ્યા નહીં નડે. આ તો શક્યતા છે એટલે તે વિચારવું. ત્યારબાદ તારે એક ખ્યાલ રાખવાનો કે એને તારા વાણી-વર્તનથી એ તારાથી ઉતરતો છે એમ ન લાગે. હું જ તારા માટે બધું જ કરું છું. હું જ તારુંં ભરણપોષણ કરું છું. વગેરે બાબતો કહેવી નહીં. તેનામાં પોતાની જાતમાં વિશ્વાસ પેદા થાય એવા પ્રયાસ કરવા. તે માટે તેને પ્રેમ કરવા સાથે તેનામાં બધી શક્તિ હોવાનું કહેવું તેને પ્રોત્સાહિત કર્યા કરવો !

આ બાબત એ તને લેવા માટે આવે તે પરિપ્રેક્ષ્યમાં છે, પરંતુ ધારો કે તે વ્યસન છોડે અને નોકરી-ધંધો ના કરે તો શું ? તારે સામેથી એક વાર એની સાથે રહેવા જવું. એ આમતેમ બોલે તો તારે તેને એના વિના કોણ સહારો હોઈ શકે? પત્નીનું સ્થાન તો પતિનું ઘર હોય ને ! તું દારૂ છોડી કામ ધંધો કરે તો બાળકનીય ઈચ્છા પૂરી કરીએ… વગેરે બાબતો વાતચીતમાં કહેવી. તેને કોઈ ને કોઈ રીતે પ્રોત્સાહિત કરવો. આમ છતાં તે ન જ સુધરે તો પછી તારી સામે આખી જિંદગી પડી છે તેનો વિચાર કરવો. હજુ તું યુવાન છે એટલે તેને પડતો મૂકી બીજું સારું પાત્ર શોધવું, તું એને ખૂબ જ પ્રેમ કરે છે અને તે ખરેખર તને પ્રેમ કરતો હોય તો તેણે તારું માનવું જ જોઈએ, છતાં ન સુધરે તો એ દુઃસ્વપ્ન માની એને એ રીતે ભૂલી જવો કે ક્યારેય દુઃખ ના થાય. એ માટે યોગ્ય પાત્ર શોધજે. અવશ્ય મળી જશે. હા, પણ એમનામાં ધીરજ રાખીને પ્રયાસ કરી જો.. એ પછી જ આ ઉપાય કરજે ….!

[email protected]