We May Never get Back to Normal For Corona : US Expert Anthony Fauci
  • Home
  • Corona live
  • અમેરિકન વૈજ્ઞાનિકની કોરોનાને લઈને થથરાવી મુકે તેવી આગાહી, દુનિયા નહી લઈ શકે રાહતનો શ્વાસ

અમેરિકન વૈજ્ઞાનિકની કોરોનાને લઈને થથરાવી મુકે તેવી આગાહી, દુનિયા નહી લઈ શકે રાહતનો શ્વાસ

 | 6:09 pm IST

અમેરિકામાં કોરોના વાયરસ વિનાશ વેરી રહ્યો છે. મોતના આંકડાના નીત નવા રેકોર્ડ તોડી રહ્યો છે. હજી તો અમેરિકા આ મહામારીના સંકટમાંથી બહાર પણ નથી આવ્યું ને કોરોના રોકવા માટે બનાવવામાં આવેલી ટાસ્ટફોર્સમાં શામેલ ડો, એંથની ફાઉચીએ કહ્યું છે કે, દુનિયા આખી હવે ક્યારેય પણ રાહતનો શ્વાસ જ નહીં લઈ શકે.

તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસનો ખતરો હટી ગયા બાદ ફરી આપણે ધીમે ધીમે એક સમાજના રૂપમાં સક્રિય થઈ જઈશું પરંતુ જો તમને એમ લાગતુ હોય કે બધુ જ કોરોના વાયરસના પહેલા જેવુ જ હતું તેવું થઈ જશે પણ ખરેખર એવુ નહીં રહે. તેમનો અર્થ એ હતો કે કોરોના વાયરસ સમાજમાં ફરી ઉથલો મારી શકે છે. જોકે હાલ જે થિયરી અને વેક્સિન પર કામ ચાલી રહ્યું છે તેના પરથી લાગે છે કે, આપણે હાલ જે ભયાનક સ્થિતિમાં છીએ તેવી ફરીવાર નહીં આવે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં સંક્રામક બિમારીઓ એક્સપર્ટ્સ ડૉ, એંથની ફાઉચીએ કહ્યું હતું કે, જો વેક્સીન વિકસીત થઈ જશે તો પણ વાયરસ અગાઉ જે સામાન્ય સ્થિતિ હતી તેવી નહીં રહે કારણ કે કોરોના વાયરસનો ખતરો યથાવત રહેશે. આ અગાઉ પણ ફાઉચીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, કોરોના વાયરસ દર વર્ષે સીઝનલ બિમારીના રૂપમાં ઉથલો મારતો રહેશે તેવી શક્યતા છે. અમેરિકી નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે આ વર્ષ આખીએ પૃથ્વી પરથી વાયરસને ઉખાડી ફેંકવો અશક્ય હશે. તેનો અર્થ એ છે કે, આવનાર સીઝનમાં કોરોના વાયરસ ફરી પાછો ફરી શકે છે.

ફાઉચીએ કહ્યું હતું કે, બધુ જ સમાન્ય થઈ જવાનો અર્થ એ છે કે, લોકો ભૂલી જશે કે ક્યારેય કોરોના વાયરસ જેવી મુશ્કેલ સમસ્યા હતી જ નહીં પણ મને નથી લાગતુ કે આવુ બનશે. આમ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે કોરોના વાયરસ વિરૂદ્ધ તમામ લોકોને વેક્સીન આપી સુરક્ષીત કરી દઈશું. ફાઉચીએ કહ્યું હતું કે, આખરે વેક્સીન બાદ જ આ મહામારી અટકવાનું નામ લેશે.

ઉલ્લેખનયી છે કે, કોરોના વાયરસ દુનિયાના લગભગ મોટા ભાગના દેશોમાં ફેલાઈ ચુક્યો છે. આ વાયરસ અત્યાર સુધીમાં 75000થી પણ વધારે લોકોને મોતને ઘાટ ઉતારી ચુક્યો છે. જ્યારે 14 લાખથી પણ વધારે લોકોમાં સંક્રમણ ફેલાવી ચુક્યો છે. કોરોના વાયરસના કારણે દુનિયા આખીમાં લોકડાઉનની સ્થિતિ છે.

જુઓ આ વીડિયો પણ : એક શ્વાનનું કોરોનાના કારણે મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન