We will Make Rajnath Singh Sedition Law more Stiff: Rajnath Singh
  • Home
  • Election 2019
  • રાજનાથ સિંહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું-એવો કાયદો બનાવીશું કે લોકોની આત્મા પણ ધ્રુજી જશે

રાજનાથ સિંહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું-એવો કાયદો બનાવીશું કે લોકોની આત્મા પણ ધ્રુજી જશે

 | 9:29 pm IST

સત્તા પર આવ્યા બાદ કોંગ્રેસના રાજદ્રોહ કાયદાને સમાપ્ત કરવાના તેના વાયદા પર કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આકરો પ્રહાર કર્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે બીજેપી સરકાર દેશદ્રોહ કાયદાને વધુ સખત બનાવશે. રાજનાથ સિંહે ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં એક જનસભાને સંબોધતા આ કહ્યું.

રાજનાથ સિંહે કહ્યું કે,‘કોંગ્રેસ કહે છે કે સત્તામાં આવ્યા બાદ તેઓ દેશદ્રોહ કાયદાને સમાપ્ત કરી દેશે. હું તમને પૂછવા માંગુ છે કે શું આપણે દેશદ્રોહીઓને માફ કરી દેવા જોઈએ. જે આપણા દેશની એકતા અને સામાજિક માળખાને તોડવાની કોશિશ કરી રહ્યા છે.’ વધુ ઉમેરતા તેમને કહ્યું કે,‘જો અમારો બસ ચાલે તો દેશદ્રોહ કાયદાને વધુ સખ્ત બનાવીએ. જેથી આ જોગવાઈની યાદ આવતા જ લોકોની આત્મા પણ ધ્રુજી ઉઠશે….એવો કાયદો બનાવીશું.’

ઉપરાંત રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની રાજ્ય માટે અલગ વડાપ્રધાનની માગ પર નિશાન સાધ્તા કહ્યું કે,‘હું એવા નેતાઓને કહેવા માંગું છે કે જો તમે એવી માગ સતત ચાલુ રાખશો તો અમારી પાસે બંધારણના અનુચ્છેદ 370 અને 35એ સમાપ્ત કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં બચે. અમે એવું ભારત નથી ઈચ્છતા.’ આ સિવાય તેમને કહ્યું કે અમારી સરકારે ભ્રષ્ટાચારને મૂળથી સમાપ્ત કરવા માટે નિર્ણાયક પગલા લીધા છે. આ સાથે દાવો કર્યો કે કોઈ પણ પીએમ મોદીની પ્રતિબદ્ધતા અને ઈમાનદારી પર સંદેહ નથી કરી શકતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતની બધી 26 લોકસભા બેઠકો માટે 23મી એપ્રિલે મતદાન થવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન