We Will Not Take Our Decisions Back Over CAA And 370 Says Pm Narendra Modi In Varanasi
  • Home
  • Featured
  • CAA પર PM મોદીનો 56 ઈંચની છાતીનો હુંકાર : PAK, મલેશિયા સહિતના દેશોને મારી લપડાક

CAA પર PM મોદીનો 56 ઈંચની છાતીનો હુંકાર : PAK, મલેશિયા સહિતના દેશોને મારી લપડાક

 | 3:56 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના મત વિસ્તાર વારાણસીમાં છે. અહીં તેમણે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. અહીં તેમને નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને હુંકાર ભર્યો હતો.

વડાપ્રધાને કહ્યું હતું કે, આ પ્રકારના નિર્ણયો લેવા જરૂરી હતા. તમામ પ્રકારના દબાણ હોવા છતાંયે અમે આ નિર્ણયો લીધા. હું તમને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, અમે આ નિર્ણયો પર આજે પર યથાવત છીએ અને ભવિષ્યમાં પણ રહીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં એક રેલીને સંબોધી હતી. અહીં તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની હોય કે પછી નાગરિકતા સંશોધન કાયદો, આ નિર્ણયોને વર્ષો સુધી લટકાવી ના રખાય. દેશને વર્ષોથી તેનો ભારે ઈંતેજાર હતો. મહાદેવના આશિર્વાદથી અમે મજબુત બન્યા છીએ. જે નિર્ણયો પહેલા પાછળ છોડી દેવામાં આવ્યા હતાં તે મામલે અમે નિર્ણય લઈ રહ્યાં છીએ. કલમ 370 હોય કે CAA દુનિયાભરના તમામ પ્રકારના દબાણ છતાયે અમે નિર્ણયો લીધા છે. વડાપ્રધાને હુંકાર સાથે કહ્યું હતું કે, આજે પણ અમે આ નિર્ણયો પર કાયમ છીએ અને રહીશું.

દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં સીએએના વિરોધમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન મહત્વપૂર્ણ છે. તેમને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, સરકાર સીએએ વિરૂદ્ધ ઝુકશે નહીં કે નહીં પાછીપાની કરે.

રામ મંદિર પર પણ બોલ્યા પીએમ મોદી

રામ મંદિરનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રામ મંદિરનો વિષય દાયકાઓ સુધી અદાલતોમાં અટવાયેલો રહ્યો. હવે મંદિર નિર્માણનો માર્ગ ખુલી ગયો છે. સરકારે ટ્રસ્ટની જાહેરાત કરી દીધી છે, જે મંદિર નિર્માણનું કામકાજ જોશે. અયોધ્યામાં રામ મંદિર સાથે સંકળાયેલો વધુ એક મોટો નિર્ણય લેવાયો છે. 67 એકર અધિગ્રહણ કરેલી જમીન પણ ટ્રસ્ટને જ સોંપી દેવામાં આવશે. ટૂંક સમયમાં જ અયોધ્યામાં ભવ્ય અને રિવ્ય રામ મંદિર બનશે.

આ વીડિયો પણ જુઓ : આજના દિવસે અનેક ઘટનાઓ એવી બની હતી જેણે ઈતિહાસ સર્જ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન