યેદિયુરપ્પાએ કર્યો જોરદાર ધડાકો, હોઇ શકે છે આ સમીકરણો - Sandesh
  • Home
  • Featured
  • યેદિયુરપ્પાએ કર્યો જોરદાર ધડાકો, હોઇ શકે છે આ સમીકરણો

યેદિયુરપ્પાએ કર્યો જોરદાર ધડાકો, હોઇ શકે છે આ સમીકરણો

 | 8:03 pm IST

બીએસ યેદિયુરપ્પા શનિવારના રોજ ફ્લોર ટેસ્ટનો સામનો કરશે. ગવર્નરે ભલે તેમને બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હોય પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને શનિવારના રોજ બહુમતી સાબિત કરવાનું કહ્યું છે. એવામાં તેમની પાસે પોતાના સમીકરણ સાચા પાડવા માટે ખૂબ જ ઓછો સમય બચ્યો છે. 75 વર્ષના લિંગાયત નેતા યેદિયુરપ્પાએ ગુરૂવારના રોજ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ લીધા બાદ બહુમતી સાબિત કરવાને લઇ યેદિયુરપ્પા આશ્વસ્ત દેખાયા. જોકે હાલ નંબર સંપૂર્ણપણે તેમના પક્ષમાં દેખાઇ રહ્યાં નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરીશું. બહુમતી સાબિત કરવા માટે અમારી પાસે પૂર્ણ સમર્થન છે.

યેદિયુરપ્પાએ કહ્યું કે અમે 101% ફ્લોર ટેસ્ટમાં જીતીશું

યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે 111 ધારાસભ્યોની જરૂર છે. તેમની પાસે 104 ધારાસભ્ય છે. તેમણે કહ્યું કે તમામ રાજકીય રમતની વચ્ચે કાલે અમે બહુમતી સાબિત કરીશું. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરીશું. 224 સભ્યોની વિધાનસભામાં 222 સીટો પર ચૂંટણી થઇ. બે સીટો પર ચૂંટમી થઇ નથી. જેડીએસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને ગઠબંધનના નેતા એચ.ડી.કુમારસ્વામીએ બે સીટો પર ચૂંટણી જીતી છે એવામાં તેઓને માત્ર એક જ વોટ આપી શકે છે.

ભાજપની પાસે હાલ 104 ધારાસભ્ય છે. યેદિયુરપ્પાને પોતાની સરકાર બચાવા માટે 7 ધારાસભ્યોની જરૂર છે. એવામાં ત્યારે શકય છે જ્યારે કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ધારાસભ્ય પલ્લું બદલી દે કે વોટિંગ દરમ્યાન અનુપસ્થિત રહે. જો 16 ધારાસભ્ય રાજીનામું આપી દે તો ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે ભાજપને માત્ર 103 સીટોની જરૂર રહેશે. જેડીએસના કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ રાજ્યમાં પોતાની સરકારને બચાવી રાખવા માટે ‘ઑપરેશન કમલ’ને દોહરાવાની કોશિષ કરી રહ્યું છે.

કમલ ભાજપનું ચૂંટણી ચિહ્ન છે અને ‘ઑપરેશન કમલ’ ટર્મનો ઉપયોગ 2008માં કરાયો હતો, જ્યારે યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપની પાસે બહમતી નહોતી. ત્યારબાદ પાર્ટીએ જોડ-તોડ કરીને ત્રણ કૉંગ્રેસ ધારાસભ્યો અને 4 જેડીએસ ધારાસભ્યોને રાજીનામું આપવા માટે મનાવી લીધા હતા. આરોપ છે કે તેના માટે ભાજપે ધન-બળનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ આ સાતેય ભાજપની ટિકિટ પર પેટાચૂંટણીમાં ઉતર્યા. તેમાંથી 5 જીતી પણ ગયા હતા. આ એક રીત હતી તેનાથી બહુમતી સાબિત કરવા માટે ભાજપને ઓછા વોટોની જરૂર પડી.

બીજી રીત એ છે કે વિપક્ષી દળોના કેટલાંક ધારાસભ્ય ક્રૉસ વોટિંગ કરે કે વોટિંગમાં ગેરહાજર રહે. એવામાં તેમને અયોગ્ય જાહેર કરી દેવાશે. આ તમામ સમીકરણ ભાજપ માટે ખૂબ મુશ્કેલ દેખાઇ રહ્યાં છે. આંકડો હાલ ભાજપના પક્ષમાં નથી. વિપક્ષી ગઠબંધનની પાસે કૉંગ્રેસ (78) અને JD(S) (37) અને JD(S)ની ચૂંટણી અગાઉના સહયોગી બસપાની પાસે એક ધારાસભ્ય છે. જેડીએસનો દાવો છે કે એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન પણ તેમની પાસે છે.