સંપત્તિથી સત્તા સુધી હું છું નારી - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • સંપત્તિથી સત્તા સુધી હું છું નારી

સંપત્તિથી સત્તા સુધી હું છું નારી

 | 1:19 am IST

યુગોની સંસારચક્રની યાત્રામાં નારીનું મહત્વ સંપત્તિથી લઈ શિક્ષણનાં દ્વારે જઈ આજે સત્તા સુધી પહોચ્યું છે. એક જમાનામાં નારીનું મૂલ્ય સંપત્તિ સાથે થતું.  રાજા રજવાડામાં જેની પાસે વધુ રાણીઓ તે વધુ સમૃધ્ધ, સ્ત્રી ધનની આ પ્રથા શિક્ષણનાં દ્વારે આવીને તૂટી. જેમ જેમ સ્ત્રીઓમાં શિક્ષણ આવતું ગયુ તેમ તેમ તેઓ પોતાનું મૂલ્ય સમજતી ગઈ અને સ્વતંત્ર થતી ગઈ. સ્ત્રી જ્યારે સ્વતંત્ર થઈ ત્યારે તેને સાચા ખોટાની ખબર પડતી થઈ. આથી સ્ત્રી પોતાનો અભિપ્રાય આપતી થઈ. પોતાની અંદર છૂપાયેલી શક્તિને ઓળખતી થઈ. ત્યારે તેને ખબર પડી કે તે કોઈ પણ શિખર સર કરવા માટે સક્ષમ છે જ. આથી આજે દરેક ક્ષેત્રમાં નારી આગળ વધતી જઈ રહી છે.

આજે નારીને ખબર છે કે તે દરેક ક્ષેત્રમાં દરેક પદ માટે યોગ્ય બની જ શકે. આથી આજે આપણે જોઈ શકીએ છીએ કે એક સમય જ્યારે અમુક ક્ષેત્રમાં પરુરુષોનો જ ઈજારો હતો તેવા બધા જ ક્ષેત્રમાં નારીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. હવે મહિલા પોલિસ ઓફિસરો માટે પોલિસ સ્ટેશનોમાં લેડિઝ ટોયલેટ પણ બનાવવાની ફરજ પડી છે અને હવે કુશ્તીનાં મેદાનો પણ મહિલા ખેલાડીઓથી ભરાઈ રહ્યાં છે. હવે ૧૭ કલાકની ફ્લાઈટ જર્ની પણ મહિલા પાઈલટને આધારે થઈ શકે છે તો હવે સોફ્ટવેરમાં ઘૂસીને દુનિયાની તમામ માહિતી પણ નેઈલપોલિશવાળા હાથે જાણી શકાય છે. આજની ઔમહિલા  માટે અશક્ય શબ્દ રહ્યો જ નથી. તેવી સફળતાથી પ્રેરણા મેળવનાર ઔઆવનારી મહિલા પેઢીને પણ નારીનાં સલામ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન