બેન્ક એકાઉન્ટ, લૉકર બધું જ સંજય દત્તના નામે કરી ગઇ ફૈન, વિગતો જાણી દંગ રહી જશો - Sandesh
  • Home
  • India
  • બેન્ક એકાઉન્ટ, લૉકર બધું જ સંજય દત્તના નામે કરી ગઇ ફૈન, વિગતો જાણી દંગ રહી જશો

બેન્ક એકાઉન્ટ, લૉકર બધું જ સંજય દત્તના નામે કરી ગઇ ફૈન, વિગતો જાણી દંગ રહી જશો

 | 9:58 am IST

અભિનેતા સંજય દત્તે બેન્ક ઓફ બરોડાની વાલકેશ્વરને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે માલાબાર હિલના રહેવાસી નિશી હરિશ્ચંદ્ર ત્રિપાઠી દ્વારા તેમના નામે કરાયેલ બેન્ક એકાઉન્ટ અને બેન્ક લોકરને નિશીના પરિવારજનોને સોંપવાનું કહ્યું છે. નિશી પોતાના મોતની પહેલાં વસિયતમાં પોતાના એકાઉન્ટના તમામ પૈસા અને બેન્ક લોકર પણ સંજય દત્તના નામે કરી ગઇ હતી. હેરાનીની વાત એ છે કે 29મી જાન્યુઆરીના રોજ સંજય દત્ત પર પોલીસનો ફોન આવ્યો. સંજય દત્તને કહેવામાં આવ્યું કે નિશીનું નિધન થઇ ગયું છે અને તે પોતાના બેન્ક એકાઉન્ટ અને લોકર તમને સોંપીને ગઇ છે. સંજયને ત્યાં સુધી ખબર પણ નહોતી કે નિશી કોણ છે.

પોલીસનું કહેવું છે કે 62 વર્ષના ત્રિપાઠી સંજય દત્તની મોટી ફૈન હતી. આ વાતથી તેમના પરિવારવાળા પણ હેરાન-પરેશન થઇ ગયા, જ્યારે તેમને ખબર પડી કે નિશી પોતાના એકાઉન્ટ અને લૉકર અભિનેતાના નામે કરી ગઇ છે. કાયદાકીય પ્રક્રિયાના લીધે અત્યાર સુધીમાં બેન્ક લોકર પણ ખોલવામાં આવ્યા નથી. જ્યારે સંજય દત્તની તરફથી સ્પષ્ટતા કરી દેવાઇ છે કે તેઓ નિશીના એકાઉન્ટ, સંપત્તિ કે લૉકરમાંથી કંઇ જ જોઇતું નથી અને આ બધી જ સંપત્તિ તેમના પરિવારને સોંપી દેવી જોઇએ.

લાંબી બીમારી બાદ 15 જાન્યુઆરીના રોજ નિશીનું નિધન થયું. તે પોતાની 80 વર્ષની માતા અને દીકરા અરૂણ, આશિષ, અને દીકરી મધુની સાથે રહેતી હતી. પરિવાર 10 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 3 બીએચકે ફ્લેટમાં માલબાર હિલમાં રહે છે. ત્રિપાઠી પરિવારને પણ તેના મોત બાદ જ ખબર પડી કે તેમણે અભિનેતાના નામ એકાઉન્ટ અને લોકર કરી દીધા છે.

સંજય દત્તને આ માહિતી મળ્યા બાદ તેમના વકીલ સુભાષ જાધવે સ્પષ્ટતા કરી કે ફિલ્મ સ્ટારને તેમાંથી કંઇપણ ક્લેમ કરવું નથી. તેઓ ઇચ્છે છે કે તેઓ બધું જ નિશીના પરિવારને પાછું આપી દેવું જોઇએ. જ્યારે સંજયે તેના પર કહ્યું કે અમને કેટલાંય ફૈન મળે છે જે પોતાના બાળકોના નામ અમારા જેવા કે અમારા પાત્રો પર રાખે છે. કેટલાંક રસ્તામાં પીછો કરીને ગિફ્ટસ આપે છે પરંતુ આ વખતે હું ખુદ દંગ રહી ગયો. મને તેમાંથી કંઇ જ જોઇતું નથી. હું નિશીને ઓળખતો પણ નથી અને આ આખી ઘટના અંગે તે કંઇપણ કહેવાની સ્થિતિમાં નથી. તેમનું માનવું છે કે આ ખૂબ જ ખાસ અને અજીબ અનુભવ રહ્યો.