Wear a shorts harem stylish, whoever sees it will say nice
  • Home
  • Fashion & Beauty
  • શોર્ટ્સ હેરમ પહેરી રહો સ્ટાઈલીશ, જે પણ જોશે કહેશે અરે ભૈ વાહ!

શોર્ટ્સ હેરમ પહેરી રહો સ્ટાઈલીશ, જે પણ જોશે કહેશે અરે ભૈ વાહ!

 | 9:00 am IST

દરેક આઉટફ્ટિ જો લોંગ હોય અને વધારે પસંદગીમાં રહેતું હોય તો તેને શોર્ટ બનાવી તેમાં થોડોઘણો ફેરફર કરી ફ્રીથી નવી જ પ્રિન્ટ સાથે ફેશનમાં મૂકવામાં આવે તો તે વધારે ડિમાન્ડમાં આવી જાય છે. છેલ્લા દસ વર્ષમાં ફેશનની દુનિયામાં આવા કંઇકેટલાય ફેરફરો આપણે જોયા છે. તેના પર એક નજર નાખીએ તો, ડેનિમ કે કાર્ગોને શોર્ટ કરી તેને જીન્સ શોર્ટ્સનું રૂપ આપવામાં આવ્યું. કોટન અને લિઝિબિઝીના નાઇટવેરમાં ઉપયોગમાં લેવાતા લોંગ પેન્ટને બરમૂડા તરીકે બજારમાં મૂકવામાં આવ્યા. લોંગ સ્કર્ટને શોર્ટ કરવામાં આવ્યા અને સાથે સાથે થોડા સમય પહેલાં જ ફેશનમાં જોવા મળેલા હેરમ પેન્ટને પણ હવે શોર્ટ હેરમ બનાવી દેવામાં આવ્યા છે.

હેરમનો ઇતિહાસ

હેરમની ફેશન આજકાલની નહીં, પરંતુ ૩૦ વર્ષ જુની ફેશન છે. ૧૯૮૦માં બેગી પેન્ટ જેવો લુક ધરાવતું આ પેન્ટ કમરના ભાગથી ફિટિંગવાળું અને થાઇના ભાગથી લઇને પગની એડી સુધી પહોળું હોવાથી પહેરવામાં ખૂબ આરામદાયક અને અનુકૂળ રહેતું હતું. એવું પણ કહેવાય છે કે અંગ્રેજોના સમયમાં સૈનિકો આ પ્રકારના પેન્ટ પહેરતાં હતાં. એ પેન્ટને તે સમયમાં ક્કપેરાશૂટ પેન્ટક્ર તરીકે ઓળખવામાં આવતા હતા. જેને આપણે અત્યારે કાર્ગો પેન્ટ તરીકે ઓળખીએ છીએ.

ડિઝાઇનનું રહસ્ય

આ ‘પેરાશૂટ પેન્ટ’ પરથી જ હેરમની ડિઝાઈન નક્કી કરવામાં આવી અને તે ફેશનમાં આવ્યું. હેરમની આ પ્રકારની સ્ટાઇલ રાખવાનો આઇડિયા કેવી રીતે આવ્યો તેના માટે અન્ય એક માહિતી મુજબ કહેવાય છે કે બેલે ડાન્સમાં યુવતીઓ કે યુવકો જે ડિઝાઈનના આઉટફ્ટિ પહેરે છે તેમાં કમરના ભાગમાં પ્લિટ્સ હોય છે. કમરના ભાગથી પગની એડી સુધીનો પેન્ટનો ભાગ ઘણો ખુલતો હોય છે અને એડીના ભાગમાં ઇલાસ્ટિકથી ફિટિંગ હોય છે.

જેના કારણે ડાન્સ સરળતાથી કરી શકાય. જોકે તેમાં વચ્ચેનો ભાગ કટ કરેલો હોય છે પણ એક રીતે જોઇએ તો હેરમને આપણને બેલે ડાન્સના આઉટફ્ટિ સાથે સરખાવી શકીએ છીએ. તેના જેવો જ લુક હેરમ પેન્ટનો પણ જોવા મળે છે. ફ્રક માત્ર એટલો જ કે હેરમને કટ આપવામાં આવ્યો નથી.

હેરમ પેન્ટ આજની ફેશનમાં અને યુવતીઓમાં ખૂબ જ લોકપ્રિય તો થયું જ છે સાથે જ તેને શોર્ટ બનાવી દેતા તે વધારે પસંદગીમાં છે. શોર્ટ બનાવવાની સાથે જ તેમાં પોકેટ મૂકવાથી તે કાર્ગો અને બેગી પેન્ટનું શોર્ટ સ્વરૂપ હોય તેવું લાગે છે. જોકે ફેશનમાં જે પોકેટ બરમૂડા આપણે જોઇએ છીએ તેની સાથે પણ તેને સરખાવી શકાય છે. જોકે હેરમમાં શોર્ટ્સ, જંપસૂટ, પેન્ટ્સ અને ટ્રાઉઝર્સ પણ હવે શોર્ટ્સ જોવા મળી રહ્યા છે.

ટી-શર્ટસ અને ટયુનિક સાથે વધારે પહેરાતા શોર્ટ હેરમ સાથે તમે સ્પેગેટી કે ઓફ શોલ્ડર ટોપ પહેરીને સેક્સી દેખાઇ શકો છો. શોર્ટ હેરમની સ્ટાઇલને ડેન્ગલરમાં પણ ઉમેરવામાં આવી છે. યુવતીઓ પિકનિક પર જાય ત્યારે તે પહેરી શકે છે. તે એક જ કલરમાં હોય છે અને કમરના ભાગમાં તેને બેલ્ટની ડિઝાઈન પણ આપવામાં આવે છે.

પ્લેઇન કલર તો ઓલવેઝ ઇન રહે જ છે પણ હવે જ્યારથી ફેશનમાં પ્રિન્ટ આવી છે ત્યારથી દરેક પ્રકારના આઉટફ્ટિમાં તે એપ્લાય કરવામાં આવે છે. વિવિધ પ્રિન્ટ પસંદ કરતી યુવતીઓ અને કોલેજગોઈંગ ગર્લ્સ હવે પ્રિન્ટેડ હેરમ તરફ આકર્ષાઇ છે. તો હવે રાહ ન કોની જુઓ છો? લઇ આવો મનપસંદ કલર અને ડિઝાઈનના શોર્ટ હેરમ અને વરસાદી વાતાવરણમાં તમે પણ શોર્ટ હેરમ અને ટયુનિકસ પહેરીને ખુશનુમા વાતાવરણની મજા માણવા સહેલીઓ સાથે નીકળી પડો.

શોર્ટ હેરમમાં વિવિધ પ્રિન્ટ

લોંગ અને શોર્ટ હેરમ મોટા ભાગે પ્લેઇન જ જોવા મળતા હતા, પણ હવે તો શોર્ટ હેરમમાં ફ્લોરલ, ડોટ્સ અને ચેકસ એપ્લાય કરવામાં આવ્યું છે, જેનાથી તે વધારે આકર્ષક લાગવાની સાથે જ સેક્સી લુક આપે છે. પ્લેઇન કલરના શોર્ટ હેરમ પર યુવતીઓ કોઇ પણ પ્રિન્ટેડ કલરની ટી-શર્ટ્સ કે ટયુનિક પહેરે છે. હવે તો હેરમમાં જ પ્રિન્ટ આવી ગઇ હોવાથી તેની સાથે કોઇ પણ રંગની પ્લેઇન ટી-શર્ટ કે સ્પેગેટી તમે પહેરી શકો છો. માત્ર ડાર્ક જ નહીં લાઇટ કલરમાં પણ શોર્ટ પ્રિન્ટેડ હેરમ તમને જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન