આંગળીમાં તાંબાની રીંગ કે પવિત્રી પહેરવાથી થાય છે આ લાભ - Sandesh
  • Home
  • Astrology
  • આંગળીમાં તાંબાની રીંગ કે પવિત્રી પહેરવાથી થાય છે આ લાભ

આંગળીમાં તાંબાની રીંગ કે પવિત્રી પહેરવાથી થાય છે આ લાભ

 | 2:42 pm IST

દરેક ધાતુની પોતાની વિશેષતા હોય છે. આ ગ્રહદોષ તો શાંત કરે જ છે પણ સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. એવી જ ચમત્કારી વસ્તુ છે તાબું. તાંબાની રીંગ કે પવિત્રી( ત્રણ ધાતુની બનેલી રીંગ) ધારણ કરવાથી મંગળ અને સૂર્ય ગ્રહ શાંત થાય છે. તાંબું વાસ્તુદોષ દૂર કરવાની સાથે સાથે સ્વાસ્થ્ય લાભ આપે છે અને ઔષધીનું કાર્ય કરે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધાતુઓ અને ગ્રહોને ધનિષ્ઠ સંબંધ છે. જો ગ્રહ વિપરિત હોય, તેમજ વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર આપે છે. શુભ- અશુભ ફળ આપવા પાછળ પણ આ ગ્રહ કારક હોય છે. ગ્રહ સંબંધી ધાતુ ધારણ કરવાથી આ ગ્રહ શાંત થઈ જાય છે.

ધાતુઓમાં તાંબા શુદ્ધ તેમજ શાંત ધાતુ માનવામાં આવે છે. તેનો સંબંધ સૂર્ય અને મંગળ સાથે છે. જો સૂર્ય કે મંગળ કમજોર હોય તો તાંબાની રીંગ તે અગૂંઠી  કે પવિત્રી પહેરવાથી લાભ થાય છે. તેને ધારણ કરવાથી તેની અસર તરત જ જોવા મળશે.


ધાતુઓમાં તાંબાનો સંબંધ સૂર્ય સાથે તેમજ મંગળ સાથે હોવાને લીધે તે યશ, માન, સન્માન સાથે પણ સંબંધ ધરાવે છે. તાંબાની રીંગ પહેરવાથી વ્યક્તિને સમાજમાં મળતાં માન-સન્માનમાં વધારો થાય છે. પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. કીર્તિ વધે છે.

જો કુંડળીમાં સૂર્ય દોષિત હોય તો તાંબાની રીંગ પહેરવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ધાતુ શાંત પ્રકૃતિની હોય છે. તેથી ગરમી દૂર થાય છે. તાંબું ધારણ કરવાથી મનને શાંતિ મળે છે.

જે વ્યક્તિ માનસિક વિકાર ધરાવતી હોય કે ગુસ્સો વધું આવતો હોય તો તેણે તાંબાની રીંગ પહેરવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર  તાંબું વાસ્તુદોષ પણ દૂર કરે છે. તેના બનાવાયેલા વાસણો અને આભૂષણ જો ઘરમાં હોય તો ઘરમાં શાંતિપૂર્ણ માહોલ બની રહે છે. અને નકારાત્મક શક્તિઓ હાવી ન થતાં દૂર ભાગે છે.

તાંબાના વાસણમાં પાણી ભરીને પીવાથી પણ સ્વાસ્થ્ય લાભ થાય છે. તેનાથી પેટની બીમારી દૂર થાય છે. તાંબાનું કડું કે બ્રેસલેટ, સાંધાના દુઃખાવામાં કે ગંઠિયો વા  જેવા રોગમાં રાહત આપે છે. આ ઉપરાંત કેટલાંક સંક્રમણથી થતાં રોગોથી પણ બચાવ કરે છે. શરીરને નિયંત્રણમાં રાખે છે.

તાંબાની બનેલી ધાતુના ધરેણાં પહેરવાથી ઝડપથી વૃદ્ધ થવાતું નથી. તાંબું એન્ટિઓક્સીડન્ટ હોવાની સાથે લોહી શુદ્ધિનું કાર્ય કરે છે. તેથી શરીરના કોષોમાં તરોતાજગી વિશેષ રહે છે. બ્લડ પ્રેસર સંતુલિત રાખે છે. શરીરમાંથી સોજો દૂર કરે છે. પેટની બીમારીઓ ભગાડે છે. આમ તાંબું સ્વાસ્થ્ય માટે ઈશ્વર તરફથી મળેલા વરદાન સમાન છે. તેના ગુણોને સમજીને તેનો વપરાશ કરવાથી વિશેષ લાભ થાય છે.