Why should wear mercury Breslate, know its benefit
  • Home
  • Astrology
  • નવરાત્રિ જ્વેલરીમાં પહેરો પારદનું કડું, જાણી લો તેના ફાયદા

નવરાત્રિ જ્વેલરીમાં પહેરો પારદનું કડું, જાણી લો તેના ફાયદા

 | 12:16 am IST

ઘણા વ્યક્તિના હાથમાં કડું પહેરેલા જોયા હશે. મોટાભાગના વ્યક્તિ પોતાના શોખથી હાથમાં કડું પહેરે છે. અમુક ધર્મમાં તો કડું પહેરવાનો નિયમ ફરજીયાત હોય છે. આ કડું ચાંદી, સોનુ, લોખંડ અથવા અષ્ટધાતુ વગેરે જેવી ધાતુથી બનેલુ હોય છે. ઘણા વ્યક્તિઓ કડું પહેરવાને ફેશન માને છે પરંતુ આ ફક્ત ફેશન નથી. કડું કોઇને કોઇ ધાતુનું બનેલું હોય છે. રત્ન-ધાતુના જાણકાર માને છે કે, જ્યારે કોઇ વ્યક્તિ કડું પહેરે ત્યારે કડું પહેરવા માટેના નિયમો તથા તેનાથી થતા ફાયદા અને ગેરફાયદા વિશે માહિતી મેળવે તો તે લાભદાયી બને છે.

પારદ (મરર્ક્યુરી)ધાતુનું કડું પહેરવાથી બિમારીથી રક્ષણ મળે છે


પારદ (મરર્ક્યુરી) ધાતુને રત્ન ધાતુના જાણકારો એક જીવંત ધાતુ માને છે, પારદનું કડું હાથમાં ધારણ કરવાથી અનેક બીમારીઓમાં રક્ષણ તથા મુશ્કેલીઓમાં રાહત મળે છે. ઘણાં વ્યક્તિઓ શારિરીક રીતે જ નબળા હોય છે. તેમની નબળાઇને કારણે વાતાવરણમાં અચાનક આવતા બદલાવની અસર પણ તેમના શરીર પર થાય છે, અને તેઓ બીમાર પડે છે. તો આ પ્રકારની બીમારીથી બચવા માટે વ્યક્તિએ પોતાના હાથમાં પારદનું કડું પહેરવું જોઈએ. તેનાથી લાભ થશે.

મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે

Mercury breslate

પારદનું કડું પહેરવાથી વ્યક્તિઓ પર નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઝડપથી ઘટે છે. નકારત્મક શક્તિ એટલે આપણે ઘણી વખત સાંભળતા હોઇએ છીએ કે આને તો ઝડપથી નજર લાગી જાય છે. નજર લાગે એટલે તરત જ તે બીમાર જ પડે છે. તો આ વ્યક્તિએ પારદ ધાતુનું કડું પહેરવું જોઇએ. કારણ કે પારદ ધાતુને ભગવાન શિવનું  સ્વરૂપ માનવામાં આવે છે. જે વ્યક્તિઓને કમર, હાથ- પગ, પેટમાં  દુખાવો રહ્યાં કરતો હોય. તો તેવા વ્યક્તિએ પારદનું કડું પહેરવું જોઇએ. કારણ કે પારદનું કડું પહેરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારે સારી રીતે થાય છે.

આંતરિક દોષને ઘટાળે છે


પારદનું કડું પહેરવાથી જ્યારે તે શરીર સ્પર્શ કરે છે, ત્યારે વ્યક્તિમાં બળતરા, નિંદા, અહંકાર, હિંસા વગેરે જેવા આંતરિક દોષને ઘટાડી શકાય છે. તથા માનસિક શાંતિ મળે છે અને આળસ દૂર થાય છે.

પારદ પણ છે રત્નધાતુ


પારદ કડું પહેરવાથી લાભ થાય છે. તે જ રીતે રત્ન ધાતુમાં બીજી અન્ય ધાતુ એટલે કે સોનું, ચાંદી, તાબું વગેરેનું કડું પહેરવાથી લાભ થાય. પણ જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિની કુંડળી દ્વારા ગ્રહ નક્ષત્ર અલગ કામ કરે છે. વ્યક્તિના હાથની રેખાઓ દ્વારા તેનું ભવિષ્ય જોઇ શકાય છે. તે જ રીતે રત્નધાતુ પણ એક શાસ્ત્ર છે, જેને ધારણ કરતા પહેલાં જાણકારની સલાહ લેવી જરૂરી છે. કારણ કે જરૂરી નથી કે પારદ કડું દરેકને લાભદાયી નીવડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન