wear socks while sex, it will give you enjoyment
  • Home
  • Featured
  • આ પહેરીને સેક્સ કરશો તો આવશે ‘ડબલ મજા’

આ પહેરીને સેક્સ કરશો તો આવશે ‘ડબલ મજા’

 | 6:01 pm IST

સેક્સ મામલે અનેક નવા નવા રિસર્ચ થતા રહે છે. જેમાં એક રસપ્રદ રિસર્ચ સામે આવ્યું છે. આ રિસર્ચનું પરિણામ એવું કહે છે કે, જો તમે સોક્સ (મોજા) પહેરીને શારીરિક સંબંધો બનાવો છો, તો બંને વ્યક્તિને પરમ આનંદનો અહેસાસ થાય છે.

નેધરલેન્ડની ગોનિન્જન યુનિવર્સિટીમાં થયેલ એક રિસર્ચમાં આ સવાલનો રસપ્રદ જવાબ પરિણામરૂપે સામે આવ્યો છે. રિસર્ચ કરનારાઓએ જાણ્યું કે, મોજા પહેરીને સેક્સ કરનારા 80 ટકા કપલ ચરમ આનંદ સુધી પહોંચે છે. જ્યારે કે, મોજા ન પહેરનારા કપલ્સની ચરમ આનંદની સંખ્યા માત્ર 50 ટકા હતી.

રિસર્ચ કરનારાઓએ તેનું કારણ આપ્યું કે, બંને પગમાં મોજા પહેરવાથી શરીરમાં ગરમાહટ લાગે છે. પગમાં રક્ત વાહિકાઓમાં રક્ત ફેલાવામાં મદદ મળે છે. તેનાથી રક્ત પ્રવાહ સારો થાય છે. સાથે જ ઓર્ગેઝમમાં મદદ મળે છે, અને ઊંઘ પણ સારી આવે છે.

જોકે, કેટલાક કપલ્સ આ વાતને નકારી કાઢે છે. તો કેટલાક કપલ્સ માને છે કે, બેડરૂમમા મોજા ઉતારીને પગનો ઉપયોગ કરવું તેમને વધુ સારુ લાગે છે.