શું તમે પણ કોન્ટેક્ટ લેન્સ પહેરીને સ્નાન કરો છો તો ચેતી જજો! થશે આ ખતરો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું તમે પણ કોન્ટેક્ટ લેન્સ પહેરીને સ્નાન કરો છો તો ચેતી જજો! થશે આ ખતરો

શું તમે પણ કોન્ટેક્ટ લેન્સ પહેરીને સ્નાન કરો છો તો ચેતી જજો! થશે આ ખતરો

 | 4:09 pm IST
  • Share

કોન્ટેક્ટ લેન્સ ધારણ કરીને નાહનારા સાવધાન. એવું કરવાથી આંખોમાં ઇન્ફેક્શનનો ખતરો સાત ગણો વધી શકે છે. આંખોમાં દુખાવો રહેવાની સાથે આંખ લાલ થવાની અને ર્કોિનયામાં અલ્સર થવાની શક્યતા પણ વધી જાય છે. બ્રિટિશ સંશોધનકર્તાએ આ દાવો કર્યો છે. સંશોધકો કોન્ટેક્ટ લેન્સ ધારણ કરનારા ૭૮ યૂઝર્સનો પર સંશોધન કરીને દાવો કરી રહ્યા છે. આ રિસર્ચમાં તે હકીકત સામે આવી છે કે લેન્સ ધારણ કરીને નાહતા હોવ તો આંખો પર તેનો ખરાબ પ્રભાવ પડે છે અને તેનો ઉપચાર ના થાય તો ધૂંધળું દેખાઇ શકે છે.

સંશોધનકર્તાઓનું કહેવું છે કે નહતી વખતે જો લેન્સ ધારણ કરીને રાખો તો બેક્ટેરિયાને આંખમાં સંક્રમણનો ફેલાવો કરવામાં મદદ મળે છે. નાહતી વખતે લેન્સની સપાટી ભીની થતી હોવાથી બેક્ટેરિયા પોતાની સંખ્યા અને સંક્રમણનો ફેલાવો મર્યાદા ઝડપથી કરવામાં મદદ મળે છે. બ્રિટિશ સંશોધનકર્તાઓનું કહેવું છે કે ૪૦ લાખ લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે. તેને કારણે આંખોમાં સંક્રમણના કેસ વધુ જોવા મળે છે. જે આગળ જતાં આંખોની રોશની ઘટાડે છે. તેથી સાવધ રહેવું જરૂરી છે.

સંશોધન કરનારા સાઉથ થેમ્પટન યુનિર્વિસટીના સંશોધનકર્તા પરવેઝ હુસેનનું કહેવું છે કે લેન્સની જાળવણી માટે સાફસફાઇ ના રાખવામાં આવે તો સંક્રમણ વધે છે. સંશોધન સમયે લેન્સ ઉપયોગ કરનારા ૭૮માંથી ૩૭ લોકો આંખોનાં સંક્રમણ અર્થાત માઇક્રોબિયલ કિરેટાઇટીસ જેવા સંક્રમણનો સામનો કરી રહ્યા હતા. સંશોધકોનું કહેવું છે કે કોન્ટેક્ટ લેન્સનો સૌથી વધુ ઉપયોગ ૨૫થી ૩૯ વર્ષના લોકો કરતા હોય છે અને તે વયજૂથ પર સૌથી વધુ જોખમ હોય છે.

આ પણ જુઓ : વાપીની નિરામયા હોસ્પિટલમાં હોબાળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન