Wearing this Rudraksha removes physical pain, gets relief from troubles
  • Home
  • Astrology
  • આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી શારીરિક પીડા થાય દૂર, તકલીફોથી મળે મુક્તિ

આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી શારીરિક પીડા થાય દૂર, તકલીફોથી મળે મુક્તિ

 | 3:49 pm IST

ભગવાન શિવની પ્રિય વસ્તુઓમાં પ્રમુખ છે રૂદ્રાક્ષ. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવજીની આંખોમાંથી આંસૂ સરી પડવાથી રૂદ્રાક્ષની ઉત્પતિ થઈ છે. આથી રૂદ્રાક્ષને ધારણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આને ધારણ કરવાથી ભગવાન શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. રૂદ્રાક્ષ ધારણ કરવાથી આધ્યાત્મિક, ભૌતિક, માનસિક અને શારીરિક લાભ પ્રાપ્ત થાય છે. આનાથી સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે અને વૈભવ પ્રાપ્ત થાય છે.

સદીઓથી હિન્દુ પૂજા પદ્ધતિનો પ્રમુખ ભાગ રહેલ રૂદ્રાક્ષ શારીરિક પીડા દૂર કરે છે, આ વાત બહુ ઓછા લોકોને ખબર હશે. રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના નેત્રોથી અશ્રુ પડવાથી થઈ હોવાનું મનાય છે. રૂદ્રાક્ષ 1 મુખીથી લઈ 21 મુખી સુધી હોય છે. પ્રત્યેક રૂદ્રાક્ષનું પોતાનું મહત્વ છે. અહીં આપણે શરીરમાં થતી પીડાઓથી મુક્તિ મેળવવા ક્યો રૂદ્રાક્ષ ધારણ કરવો તે અંગે વાત કરીશું. આ માટે ચાર મુખી રૂદ્રાક્ષને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.

ચાર મુખી રૂદ્રાક્ષને જીવનના ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ કરાવતો કહેવામાં આવ્યો છે. અર્થાત ચાર મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્યને આધ્યાત્મિક લાભ, આર્થિક લાભ, શારીરિક સુખ અને મોક્ષની પ્રાપ્તી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ પહેરવાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા પણ મજબૂત થાય છે. ચાર મુખી રૂદ્રાક્ષને ગળામાં ધારણ કરવાથી આ શરીરના સાતેય ચક્રોમાં પ્રાણ વાયુનો સંચાર કરી તેમને જાગ્રત કરે છે, જેનાથી મનુષ્ય માટે કંઈપણ અશક્ય નથી રહેતું.

ચાર મુખી રૂદ્રાક્ષ શરીરમાં એવી ઉર્જાના તરંગોનો પ્રવાહ વહેતો કરે છે, જે કોઈપણ રોગને થતો અટકાવે છે આ રૂદ્રાક્ષ શરીરના ઔરા અર્થાત આભામંડલને શુદ્ધ કરે છે. જેનાથી આધ્યાત્મિક ઉન્નતિ તેજીથી થાય છે અને મન મસ્તિષ્ક સકારાત્મક ઉર્જાથી ભરેલાં રહે છે.

આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી શરીરને પડતી અસહ્ય તકલીફોથી છુટકારો મળે છે. જો કે કેટલાક લેભાગુ લોકો તક સાધીને જ બેસતા હોય છે આથી ખરા ખોટાની પરખ બાદ જ રૂદ્રાક્ષ ધારણ કરવો જોઇએ. રૂદ્રાક્ષને ખુબજ પવિત્ર માનવામાં આવે છે આથી શરીર પર ધારણ કર્યા બાદ કેટલાક નિયમોનું ચોક્કસ પાલન કરો.

આ વીડિયો જુઓ: જાણો, કેવી રીતે કરમાળાની મદદથી મંત્રજાપ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન