Weather Department Forecast For Wind On Uttarayan 2021 14 And 15 January 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પતંગરસિયાઓ આનંદો….ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન? આવ્યા મોટા સમાચાર

પતંગરસિયાઓ આનંદો….ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન? આવ્યા મોટા સમાચાર

 | 9:20 am IST
  • Share

પતંગરસિયાઓને આ વખતે પવનનો સાથ મળી રહેશે. હવામાન વિભાગે (Meteorological Department) ઉત્તરાયણ (Uttarayan) અને વાસી ઉત્તરાયણના રોજ દિવસ દરમિયાન 8તી 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી (Forecast) વ્યક્ત કરી છે. એટલું જ નહીં સવારે અને સાંજે તો 12 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. આગાહી મુજબ 8થી 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો પતંગરસિયાઓએ ઠૂમકા મારવાની જરૂર નહીં પડે.

સુરતમાં મોટા ભાગના તહેવારોની બે દિવસ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઉત્તરાયણની બે દિવસ રંગેચંગે ઉજવણી કરાઈ છે. જો કે, આ વખતે કોરોનાની મહામારીને પગલે લાઉડ સ્પીકર અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા પર પ્રતિબંધ હોવાથી ઉજવણીનો માહોલ થોડો ફિક્કો પડ્યો છે. પરંતુ ખાણી-પીણીની સાથે તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે જાણીતા સુરતીઓએ કોરોનાની મહામારી વચ્ચે પણ ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવા તૈયારીઓ કરી દીધી છે.

જો કે, પતંગરસિયાઓને દર વખતે પવન કેવો રહેશે તેની ચિંતા સતાવતી હોય છે. કેમકે, પવન ઓછો હોય તો પવન ચગાવવાની મજા ઓસરી જાય છે. જો કે, ગતવર્ષની જેમ આ વર્ષે પણ સુરતીઓનો પતંગ ચગાવવાનો ઉત્સાહ બેવડાઈ જશે. કેમ કે, આ વર્ષે 14 અને 15મી જાન્યુઆરીના રોજ 8થી 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સવારે અને સાંજે 10થી 12 જ્યારે બપોરે પવનની ઝડપ ઘટશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

ગુરુવારે ઉત્તરાયણ અને શુક્રવારે વાસી ઉત્તરાયણ એમ બન્ને દિવસ 8થી 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેથી પતંગરસિયાઓને પતંગ ચગાવવાની મજા આવશે. બીજી તરફ બુધવારે સુરતના દિવસના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન