Weather Department Warning, rainfall in these areas of North and South Gujarat
  • Home
  • Ahmedabad
  • ગુજરાતના માથે વધુ એક ‘ઘાત’, હવામાન વિભાગે આપી ચેતવણી

ગુજરાતના માથે વધુ એક ‘ઘાત’, હવામાન વિભાગે આપી ચેતવણી

 | 4:58 pm IST

ભારતના હવામાન વિભાગ (આઇએમડી)એ શુક્રવારે જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર ચક્રવાતી તોફાન ‘પવન’ ને કારણે ગુજરાતના ભાગોમાં શનિવારે અવિરત વરસાદ પડશે, એમ ભારત હવામાન વિભાગ (આઇએમડી)એ શુક્રવારે જણાવ્યું હતું. એક તરફ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ લઘુત્તમ તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો છે. આમ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી તેમજ દિવસે ગરમીનો વર્તારો રહેતા લોકો હેરાન પરેશાન થવા લાગ્યાં છે. કારણ કે, બેવડી ઋતુમાં બિમારીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે.

હવામાન વિભાગ દ્વારા દરિયાની સ્થિતિની ચેતવણી આપવા માટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ બંદરો પર ‘ડિસ્ટન્ટ ચેતવણી’ સિગ્નલ નંબર 2 (DW-II) ફરકાવવાની સલાહ પણ અધિકારીઓને આપી હતી. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યું હતું.

છેલ્લા બે દિવસની વાત કરીએ તો અમદાવાદ શહેરના લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રી અને સૌથી ઠંડા ગણાતા નલિયાના તાપમાનમાં 7.3 ડિગ્રીનો વધારો નોધાયો છે. મંગળવારે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 19.3 ડિગ્રી નોધાયુ હતુ, જે ગુરૂવારે 20.1 ડિગ્રી નોધાયુ છે. જ્યારે નલિયાનું તાપમાન 11.5 ડિગ્રી નોધાયુ હતુ જે આજે વધીને 18.8 ડિગ્રી નોધાયુ છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા રાજ્યના દરિયાકાંઠા વિસ્તારના વાતાવતરણમાં પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે વહેલી સવારથી વાદળો છવાયેલા જોવા મળ્યાં હતા. તો કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડયાં હતા. હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદની આગાહી જારી કરવામાં આવી હતી. જેના સંદર્ભે શુક્રવારે પણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન