Weather forecast for heavy rains in Gujarat For Syclone
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

 | 8:59 pm IST

વાયુ વાવાઝોડાની અસરથી પ્રિ-મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ચારેક દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જતાં સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટા છવાયા ઝાપટાં પડી રહ્યા છે. સોમવારે પણ બપોર બાદ તેજ પવન ફૂંકાવા સાથે બંને જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ થયો હતો,કેટલીક જગ્યાએ ઝાપટાં પણ થયાં હતો. દરમિયાન મંગળવારે સાબરકાંઠા,અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ ચોમાસુ શરૂ થયુ નથી પરંતુ વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ પડી શકે તેમ હોય બંને જિલ્લાનુ તંત્ર સાબદુ થયુ છે. તંત્ર દ્વારા તમામ તાલુકા મથકોએ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે.

વાયુ વાવાઝોડુ સાયક્લોન સ્ટ્રોમમાંથી ડિપ્રેશનમાં ફરેવાયુ છે. કચ્છના દરિયા કિનારે સાયક્લોન જઈ શકે તેમ હોય મંગળવારે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશરની સ્થિતિ સર્જાતાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલાં જ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ડિપ્રેશનમાં ફેરવાયલ વાવાઝોડાને કારણે પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે જાહેર કરી છે. ભારે વરસાદની સાથે તેજ ગતિથી પવન પણ ફૂકાઈ શકે છે. વાયુની અસરના કારણે હવાનુ દબાણ નબળુ પડવાને કારણે આ સ્થિતિ સર્જાઈ શકે તેમ હોય તંત્ર એલર્ટ બનસ ગયુ છે. એક તરફ સોમવાર સવારથી જ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી હતી. સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ અને આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાયા હતા.

સાબરકાંઠા અને અરવલ્લીના મોટાભાગના વિસ્તારોમાં બપોર બાદ પવન ફૂકનયો હતો અને ઝરમરિયો વરસાદ થયો હતો. કેટલાક વિસ્તારોમાં તો ઝાપટાં પણ થયા હતા. જેના પગલે લોકોએ અસહ્ય બાફ અને ઉકળાટમાં આંશિક રાહત અનુભવી હતી,બીજી તરફ શેકાઈ જવાય તેવી ગરમીથી પણ લોકોએ રાહતનો દમ લીધો છે. મંગળવારે સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે અરવલ્લમાં પણ ભારે વરસાદ પડવાની અને પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીને પગલે બંને જિલ્લાનુ તંત્ર એલર્ટ થયુ છે. બંને જિલ્લાના તમામ તાલુકામાં વહીવટીતંત્રએ કંટ્રોલરૂમ શરૂ કરી દઈ પરિસ્થિતિ ઉપર નજર રાખી છે.

જો સિસ્ટમ સક્રિય રહેશે તો ચાર ઈંચથી વધુ વરસાદ પડવાની આગાહી

વાયુ વાવાઝોડાનો ખતરો તો ટળ્યો છે, પરંતુ વાવાઝોડુ ડિપ્રેશનમાં ફેરવાતાં તેની અસર થઈ શકે તેમ છે. કચ્છના દરિયા કિનારે વાવાઝોડાની અસર થાય તો તેની અસર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા,મહેસાણા,પાટણ,બનાસકાંઠા અને અરવલ્લી ઉપર થઈ શકે તેમ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર યથાવત રહે અને સિસ્ટમ સક્રિય રહે તો ચોમાસા પહેલાં કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર થાય તેમ છે. ૧૮ાીએ ભારેથી અતિભારે વરસાદ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ચાર ઈંચથી વધુ વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે.

ઈડર અને માલપુરમાં વરસાદ તૂટી પડતાં ઠંડક પ્રસરી

વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડાસા,ભિલોડા,મેઘરજ સહિતના વિસ્તારોમાં છાંટા પડયા હતા. જ્યારે ચાર વાગ્યાના અરસામાં ઈડર પંથકમાં વરસાદ તૂટી પડયો હતો. જ્યારે માલપુર પંથકમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લાના અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાતાં અમુક સમય માટે ધુળિયુ વાતાવરણ થયુ હતુ.

ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ છે: ડિઝાસ્ટર વિભાગ

ભારેથી અતિભારે વરસાદની આગાહી અંગે સાબરકાંઠા ડિઝાસ્ટર વિભાગના અધિકારી કે.બી.પટેલે જણાવ્યુ હતુ કે,તંત્ર એૃ૭ છે. તમામ તાલકાઓમાં ર૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત રાખવામાં આવ્યા છે. જો કે મંગળવાર સાંજ સુંધીમાં ડિપ્રેશન વિખેરાય તેવી પણ શક્યતા છે. હાલ છૂટા છવાયા ઝાપટાં થયા છે. જો મંગળવારે ભારે વરસાદ થાય તો તંત્ર સજ્જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન