weather november 25 imds advice fishermen should not go to sea aqi in delhi
  • Home
  • Featured
  • IMDની આગાહીઃ માછીમારોએ ન ખેડવો દરિયો, દિલ્હીમાં હવામાન ખરાબ

IMDની આગાહીઃ માછીમારોએ ન ખેડવો દરિયો, દિલ્હીમાં હવામાન ખરાબ

 | 8:43 am IST
  • Share

  • દક્ષિણી રાજ્યોમાં 5 દિવસ સુધી વરસાદની આગાહી

  • માછીમારોને સમુદ્રમાં ન ઉતરવાની આપી સલાહ

  • 24 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

 

IMDએ બંગાળની ખાડીની ઉપર ચક્રાવાતી સ્થિતિ બનવાના કારણે હવાનું દબાણ બનવા અને દક્ષિણ રાજ્યોના અલગ અલગ ભાગોમાં 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આ સાથે દક્ષિણ પૂર્વમાં બંગાળની ખાડી ઉપર દબાણ બની રહ્યું છે. આ પ્રભાવના કારણે 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર હવાનું નીચું દબાણ બનવાની શક્યતા છે. આ સાથે ઉત્તર પશ્ચિમી અને શ્રીલંકા અને દક્ષિણ તમિલનાડુ તરફ તેના ફંટાઈ જવાની શક્યતા પણ છે.

 

માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ છે સૂચના

IMDએ આવનારા 5 દિવસમાં આંધ્રપ્રદેશના તટીય વિસ્તારો, યાનમ, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ, માહે, તમિલનાડુ, પોંડિચેરી અને કરાઈકલમાં સામાન્યથી મધ્યમ, સ્થાનો પર વ્યાપક રીતે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. વિભાગે કહ્યું કે 24 અને 25 નવેમ્બરે દક્ષિણ- પશ્ચિમ બંગાળની ખાડી, મન્નારની ખાડી અને દક્ષિણ તમિલનાડુ તટ પર 40-50 કિલોમીટર /કલાકે હવા ચાલશે. માછીમારોએ આ વિસ્તારોમાં સમુદ્રમાં ન ઉતરવાની સલાહ આપી છે. સ્કાયમેટના રિપોર્ટ અનુસાર 24 કલાકમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, તમિલનાડુ અને કેરળ, કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ, કોંકણ, ગોવા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, તટીય ઓરિસ્સા, અસર, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને લદ્દાખમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

 

દિલ્હીઃ તાપમાન ઘટવાની સાથે ધીમી હવાથી વાયુપ્રૂદષણની સ્થિતિ કાયમ

રાષ્ટ્રીય રાજધાનીમાં ધીમી હવા અને તાપમાન ઘટવાના કારણે વાયુ ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી છે. શહેરમાં સવારે 24 કલાક સુધી AQI 361 રહ્યો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન 9.2 ડિગ્રી છે અને સાથે અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે. વધારે ઝડપી હવાના કારણે રવિવાર અને સોમવારે વાયુ ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. બુધવારે AQI ફરિદાબાદમાં 367, ગાઝિયાબાદમાં 366, ગ્રેટર નોઈડામાં 312 અને ગુડગાંવમાં 305 રહ્યો હતો. 300થી ઉપરનો AQI ખૂબ જ ખરાબ શ્રેણીનો માનવામાં આવે છે. 27 નવેમ્બરથી સ્થાનિક હવાની ગતિમાં વધારો થવાની સાથે થોડો સુધારો આવવાની શક્યતા છે.

હવામાન વિભાગે આ તમામ આગાહી આ અઠવાડિયા માટે કરી છે. તો તમે પણ જો બહાર જવાના પ્લાનમાં છો તો સાથે જ હવામાનની આગાહી પર એક નજર કરી લો તે જરૂરી છે. ખાસ કરીને દરિયામાં કામ કરી રહેલા માછીમારોએ ધ્યાન આપવાની જરૂર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો