અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમની દિશા બદલાઈ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમની દિશા બદલાઈ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમની દિશા બદલાઈ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ

 | 12:42 pm IST

મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થઇ ગયુ છે. રાજ્યમાં વલસાડ અને વાપી પંથકમાં વરસાદી ઝાપટાં અને ઉમરગામ, દમણ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. આ વરસાદી ઝાપટાંથી લોકોએ ગરમીથી રાહત મેળવી છે. અરવલ્લી અને નર્મદા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ છે. ત્યારે માલપુર, મેઘરજ, મોડાસામાં વાદળછાયું વાતાવરણ ઘેરાયું છે. શામળાજી સહિતના વિસ્તારોમાં પણ વાદળો ઘેરાયા છે.

ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દિવ દમણમાં હળવો વરસાદ થઇ શકે છે. મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પધરામણી કરી દિધી છે. અમુક વિસ્તારોમાં પવનની ડમરીઓ સાથે ભારે વરસાદ પડ્યો છે. તેમજ ઘણા વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યાં હતા.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે કરતા ઓછો વરસાદ પડશે કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમની દિશા બદલાઈ છે તેમજ આ બદલાયેલ સિસ્ટમ પર હવામાન વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે.