વેબકેમના માઇક્રોફોનના અવાજ સાંભળીને હેકર્સ કમ્પ્યૂટરને હેક કરી શકે છે : સંશોધન - Sandesh
  • Home
  • Newspaper
  • વેબકેમના માઇક્રોફોનના અવાજ સાંભળીને હેકર્સ કમ્પ્યૂટરને હેક કરી શકે છે : સંશોધન

વેબકેમના માઇક્રોફોનના અવાજ સાંભળીને હેકર્સ કમ્પ્યૂટરને હેક કરી શકે છે : સંશોધન

 | 12:31 am IST

તમારા કમ્પ્યૂટર સ્ક્રીન પર શું પ્રદર્શિત થઈ રહ્યું છે તે જાણવું હેકર્સ માટે ડાબા હાથના ખેલ સમાન છે. સંશોધકોની એક ટીમે શોધી કાઢયું કે વેબકોમ માઇક્રોફોન દ્વારા અલ્ટ્રાસોનિક સાઉન્ડ પકડવામાં આવે છે જેનું મશીન ર્લિંનગ દ્વારા પૃથક્કરણ કરવામાં આવે છે અને તેને આધારે હેકર્સ જાણી લે છે કે તમારા કમ્પ્યૂટર સ્ક્રીન પર શું પ્રદર્શિત થઈ રહ્યું છે.

હેકર્સ કેવી રીતે કમ્પ્યૂટર સ્ક્રીનની જાસૂસી કરે છે

એલસીડી ડિસ્પ્લેમાંથી નીકળતા અને માનવ કાન પકડી ન શકતી ફિક્વન્સીઓ પર સંશોધકોએ નજર રાખી. સંશોધકોને માલૂમ પડયું કે વેબકેમ્સના માઇક્રોફોન, વોઇસ એક્ટિવેટેડ સ્પીકર્સ અને સ્માર્ટફોન આવા અવાજ રેકોર્ડ કરી શકે છે. હેકર્સ આવાં રેકોર્ડિંગ સાંભળી શકે છે અને અનુમાન લગાવી શકે છે કે તમારા કમ્પ્યૂટર સ્ક્રીન પર શું પ્રદર્શિત થઈ રહ્યું છે.

પોર્ન જોનારનો રેકોર્ડ લઈને પૈસા પડાવવામાં આવે છે

સંશોધકોએ એવું જણાવ્યું કે ઇન્ટરનેટ પર પોર્ન વીડિયો જોનાર લોકોએ વધારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે હેકર્સ આવાં લોકો પર નજર રાખીને બેઠા હોય છે અને વખત આવ્યે તેમને બ્લેકમેલિંગ પણ કરતા હોય છે. સંખ્યાબંધ લોકોએ એવી ફરિયાદ કરી છે કે તેમને અનેક પ્રકારના મેસેજ મળ્યા હતા, જેમાં પાસવર્ડ પણ મળ્યો હતો અને તેમાં સેન્ડરે એવો દાવો કર્યો હતો કે તેમને હેક કરી લેવાયા છે, ઇન્ટરનેટ પર પોર્ન વીડિયો જોતાં તથા બીજી ખરાબ બાબતો કરનાર લોકોને રેકોર્ડ કરી લેવામાં આવ્યા છે, તેને આધારે આવાં લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે, ત્યારબાદ સેન્ડર લોકોને પૈસા ચૂકવવાનું કહે છે, જો તેવું ન કરવામાં આવે તો આ વીડિયો જાહેર કરી દેવાની ધમકી આપે છે.

હેકર્સએ જૂના પાસવર્ડમાંથી કરોડોની કમાણી કરી  

સાયબર સિક્યોરિટી નિષ્ણાતો એવું જણાવી રહ્યા છે કે હેકર્સ ખૂબ ઓછા પ્રયાસમાં ધરખમ કમાણી કરી રહ્યા છે, ૭૭૦ જેટલા ડિજિટલ વોલેટની તપાસ કરવામાં આવતાં એવું માલૂમ પડયું કે લગભગ ૨૩૦ જેટલા વોલેટે ૧,૦૦૦ કરતાં વધારે ટ્રાન્ઝેક્શન કર્યાં હતાં, જેમાં ૭૦.૮ બિટકોઇન સ્વીકારવામાં આવ્યા હતા. કંપનીઓએ વિવિધ બિટકોઇનનાં સરનામાં મેળવ્યાં હતાં, નિષ્ણાતો એવું માની રહ્યા છે કે આ કૌભાંડમાં વપરાયેલ પાસવર્ડ લિંક્ડ બ્રિચમાંથી મેળવી લેવામાં આવ્યા હતા.

સાયબર કૌભાંડિયાઓએ તગડી કમાણી કરી

કમ્પ્યૂટર કે મોબાઇલ પર પોર્ન વીડિયો જોનાર લોકોને રેકોર્ડ કરીને હેકર્સ મબલક કમાણી કરી રહ્યા છે. ઇન્ટરનેટ પર પોર્ન વીડિયો જોતાં લોકોને એમ હોય છે કે તેમના પર કોઈની નજર નથી, પરંતુ સાવ એવું નથી. હેકર્સ ત્રીજી આંખ દ્વારા તેમના પર નજર રાખી રહ્યા હોય છે. સાયબર કૌભાંડિયાઓએ આવાં કૌભાંડમાંથી અંદાજે અડધા મિલિયન ડોલરની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન