wedding couple swept into the pacific ocean while taking photos
  • Home
  • Featured
  • VIDEO: વેડિંગ ફોટોશૂટ વખતે જ્યાં જવાતું હોય ત્યાં જ જવું, નહીંતર આ કપલની જેમ જીવ બચાવવામાં ફાંફાં પડે

VIDEO: વેડિંગ ફોટોશૂટ વખતે જ્યાં જવાતું હોય ત્યાં જ જવું, નહીંતર આ કપલની જેમ જીવ બચાવવામાં ફાંફાં પડે

 | 9:13 pm IST

હાલમાં કોરોના વાયરસનું વાતાવરણ ચાલી રહ્યું છે! પરંતુ એક તરફ લોકો લગ્ન પણ કરી રહ્યા છે. હવે લોકોએ કોરોના સાથે જીવન જીવવાનો માર્ગ શોદી કાઢ્યો છે. વારંવાર હાથ ધોવા. અને હા, ઘર છોડતી વખતે માસ્ક પહેરવાનું પણ ફરજિયાત છે. પરંતુ કેટલાક લોકો લગ્નના ફોટોશૂટ માટે ગયા હતાં એમાં એક દંપતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને સમુદ્ર કિનારે લગ્નનું ફોટોશૂટ કરાવતા હતા. પરંતુ, મિનિટોમાં જ આ મામલો એટલો ગંભીર બની ગયો કે, લાઈફ ગાર્ડે એ લોકોનો જીવ બચાવવા નદીમાં કૂદવું પડ્યું હતું.

આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘રેસ્ક્યૂ: સધર્ન કેલિફોર્નિયામાં એક દંપતી સમુદ્ર કિનારે લગ્નનું ફોટોશૂટ કરી રહ્યું હતું. અચાનક એક મોટી લહેર આવતા બંનેને દરિયામાં તાણી ગઈ. જોકે, લાઇફગાર્ડ્સે તેને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. હાલમાં આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન