wedding-reception-deepika-ranveer-bollywood-celebs-bash-inside-photos
  • Home
  • Featured
  • Photos: દીપિકા-રણવીરના રિસેપ્શનની તસ્વીરો

Photos: દીપિકા-રણવીરના રિસેપ્શનની તસ્વીરો

 | 12:21 pm IST

બોલીવુડના બાજીરાવ મસ્તાની પોતાના લગ્નના સેલિબ્રેશનમાં શનિવારે મુંબઈની હોટલ ગ્રાન્ડ હયાતમાં બી-ટાઉન સેલીબ્રીટી સાથે મનમોહક લાગી રહ્યા હતા. આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન, રેખા, અનુષ્કા શર્મા, અનિલ કપૂર, મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે નજરે ચડ્યા હતા. દીપવીરના નામથી મશહૂર આ જોડી શાહી અંદાજમાં ખુબજ ટ્રેડિશનલ ડ્રેસઅપ સાથે લગ્ન કર્યા હતા. તેમનું આ ત્રીજુ રિસેપ્શન હતુ જેનો ડ્રેસ કોડ વેસ્ટર્ન રાખવામા આવ્યો હતો. આ કપલ ખુબજ ગ્લેમરસ લાગતુ હતુ.

આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન તેના પરિવાર સાથે નજરે ચડ્યા હતા. એશ્વર્યા અને શ્વેતા ખુબજ સુંદર લાગી રહ્યા હતા. તો શાહરૂખ ખાન પણ આ પાર્ટીમાં આવ્યો હતો. કરીના કપુર ગ્રીન કપડામાં સૈફ અલી સાથે આવી હતી. બોની કપૂર તેની બંને પુત્રીઓ સાથે આવ્યા હતા. જ્હાન્વીએ પીળા કલરની સાડી પહેરી હતી જેમાં તે સુંદર લાગતી હતી. પ્રતી ઝીન્ટા તેના પતિ સાથે આ પાર્ટીમાં આવી હતી. સૈફની પુત્રી સારા પણ આ પાર્ટીમા આવી હતી.

આ પાર્ટીમાં પર્પલ કલરના ડ્રેસમા આવેલી મલાઈકા ખુબજ ચર્ચાનો વિષય બની હતી હાલ તે અર્જૂન કપુર સાથે રિલેશનશિપને લઈને ખુબજ ચર્ચામાં છે. કેટરીના કૈફ પણ ટ્રેડિશનલ લુકમાં નજરે ચડે છે. ક્યારેક દિપીકા સાથે કેટફાઈટમાં રહેલી કેટરીના આ પાર્ટીમાં આવતા ચર્ચાનો વિષય બની હતી.