આ કપલને મહેમાનોએ ગિફ્ટમાં આપ્યું પેટ્રોલ-ગેસ સિલિન્ડર-ડુંગળીની માળા, વીડિયો જોઈ ખડખડાટ હસશો!
પેટ્રોલ ડીઝલના ભાવ સતત 11માં દિવસે પણ વધી જ રહ્યાં છે. આવી સ્થિતિમાં તમિલનાડુ(Tamilnadu)ના એક દંપતીએ તેમના મિત્રોને લગ્નમાં એક અનોખી ભેટ(Wedding Gift) આપી હતી. કેટલાક લોકોએ પેટ્રોલ(Petrol)નો ડબ્બો આપ્યો, કેટલાકે ગેસ સિલિન્ડર(Gas Cylinder) અને કેટલાકે લગ્નની ભેટમાં ડુંગળી(Onion) આપી હતી. લગ્નમાં આવી અનોખી ભેટ મેળવનાર આ દંપતીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો મહેમાનો દંપતી સાથે સ્ટેજ પર ઉભા છે. મહેમાનોના હાથમાં પેટ્રોલ, ગેસ સિલિન્ડર અને ડુંગળીની માળા દેખાઈ રહી છે અને બધા એક સાથે ઉભા છે અને સ્ટેજ પર પોઝ આપી રહ્યા છે. બધા હસી રહ્યાં છે. આ સમયે કન્યા માંડ માંડ હસવાનું રોકી રહી હોય એવુ લાગી રહ્યું છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન