મહા વદ ચૌદશ અને બુધવારના દિવસનું વાંચી લો પંચાંગ - Sandesh
  • Home
  • Astrology
  • મહા વદ ચૌદશ અને બુધવારના દિવસનું વાંચી લો પંચાંગ

મહા વદ ચૌદશ અને બુધવારના દિવસનું વાંચી લો પંચાંગ

 | 5:00 pm IST

તા. ૧૪ ફેબ્રુઆરી અને બુધવારનું પંચાંગ

વેલેન્ટાઈન દિવસ, બુધ કુંભ રાશિમાં ક. ૨૭-૨૪થી, ચંદ્ર-ગુરુનું ક્રાંતિ સામ્ય
વિક્રમ સંવત : ૨૦૭૪, મહા વદ ચૌદશ, બુધવાર, તા. ૧૪-૦૨-૨૦૧૮.

દિવસનાં ચોઘડિયાં : ૧. લાભ, ૨. અમૃત, ૩. કાળ, ૪. શુભ, ૫. રોગ, ૬. ઉદ્વેગ, ૭. ચલ, ૮. લાભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. ઉદ્વેગ, ૨. શુભ, ૩. અમૃત, ૪. ચલ, ૫. રોગ, ૬. કાળ, ૭. લાભ, ૮. ઉદ્વેગ.

સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૭-૧૪ ૮-૦૨ ૧૮-૩૪
રાહુકાળ : દિવસે ક. ૧૨-૦૦ થી ૧૩-૩૦

વીર (જૈન) સંવત : ૨૫૪૪.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૨૫-માઘ.
પારસી માસ : મેહેર.
રોજ : ૨-બહમન.
મુસ્લિમ માસ : જમાદિ ઉલ અવ્વલ.
રોજ : ૨૭.
દૈનિક તિથિ : વદ ચૌદશ ક. ૨૪-૪૭ સુધી.
ચંદ્ર નક્ષત્ર : શ્રવણ (આખો દિવસ).
ચંદ્ર રાશિ : મકર (આખો દિવસ).
જન્મ નામાક્ષર : મકર (ખ.જ.).
કરણ : વિષ્ટિ/શકુનિ/ ચતુષ્પાદ.
યોગ : વ્યતિપાત ક. ૧૫-૧૩ સુધી પછી વરિયાન.

વિશેષ પર્વ : વિષ્ટિ (ભદ્રા) ક. ૧૧-૪૪ સુધી. * બુધ કુંભ રાશિમાં પ્રવેશ ક. ૨૭-૨૪. * પિૃમી સંસ્કૃતિમાં વસંતના વધામણારૂપે તથા સ્નેહ-સદ્ભાવ દર્શાવતો વેલેન્ટાઈન દિવસ. * ખગોળ : ચંદ્ર-ગુરુનું ક્રાંતિસામ્ય. * કૃષિ જ્યોતિષ : રોજિંદા પરચૂરણ કામકાજ તથા યંત્ર-ઓજાર- મશીનરીની મરામત-માવજત માટે યોગ્ય દિવસ. આજે લોન, કરજ, દેવું કરવાની સલાહ નથી. વન-વગડાની વનસ્પતિનું અવલોકન કરીને હવામાનનો અભ્યાસ વધારી શકાય છે. ચંદ્ર-ગુરુનું ક્રાંતિ સામ્ય આકાશદર્શન માટે ઉપયોગી બની રહે છે. મઘા નક્ષત્રની દાતરડીના તારાઓ જોવાનો વિશેષ મહિમા. ડુંગળી-લસણમાં સુધારા તરફી યોગ જણાય.