સોમવારે જન્મેલા લોકો હોય છે આકર્ષક, જન્મના દિવસ પરથી જાણો વ્યક્તિની ખાસિયતો - Sandesh
NIFTY 10,483.55 +100.85  |  SENSEX 34,125.54 +306.04  |  USD 64.7625 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • સોમવારે જન્મેલા લોકો હોય છે આકર્ષક, જન્મના દિવસ પરથી જાણો વ્યક્તિની ખાસિયતો

સોમવારે જન્મેલા લોકો હોય છે આકર્ષક, જન્મના દિવસ પરથી જાણો વ્યક્તિની ખાસિયતો

 | 12:13 pm IST

સપ્તાહની શરૂઆતથી લઈ અંત સુધીના એટલે કે સોમવારથી રવિવાર સુધીના દિવસોના અલગ અલગ કારક ગ્રહ હોય છે. વ્યક્તિના જીવન પર તેના જન્મના દિવસનો ખાસ પ્રભાવ રહે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર વ્યક્તિના જીવન પર દિવસ, નક્ષત્ર, સમય વગેરેનો ખાસ પ્રભાવ રહે છે. અન્ય એક વિધાન અનુસાર વ્યક્તિએ તેના જન્મના દિવસ અનુસાર ભગવાનની પૂજા કરવી જોઈએ. કારણ કે જન્મના દિવસની સંપૂર્ણ અસર વ્યક્તિના અસ્તિત્વ પર પડે છે. વાર પરથી તેના સ્વભાવની કેટલીક ખાસ વાતો પણ જાણી શકાય છે.

સોમવાર
સોમવાર ચંદ્રનો દિવસ છે. આ દિવસે જન્મેલા લોકો સુંદર અને આકર્ષક દેખાવ ધરાવે છે. સામાન્ય રીતે તેમની લંબાઈ ઓછી હોય છે. આવા જાતકોની આંખ સૌથી વધારે સુંદર હોય છે. આ જાતકોને શ્રૃંગાર કરવો પ્રિય હોય છે અને તેમના માટે પ્રેમનો અર્થ માત્ર પ્રણય હોય છે. આવા લોકો પોતાની વાણીથી અન્યને સરળતાથી મોહિત કરી લે છે. આ તેમનો વિશેષ ગુણ છે, સોમવારે જન્મેલા લોકોને અભ્યાસમાં વધારે રસ હોય છે.

મંગળવાર
મંગળવારે જન્મેલા જાતક ક્રોધી, પરાક્રમી, અનુશાસનપ્રિય, સંસ્કારથી પરીપૂર્ણ અને નવા વિચારોનુ સમર્થન કરનારા હોય છે. આ દિવસે જન્મેલા વ્યક્તિઓ પર મંગળ ગ્રહનો વિશેષ પ્રભાવ રહે છે. તેથી આ દિવસે જન્મેલ વ્યક્તિ બધા અવરોધોને પાર કરી હંમેશા પ્રગતિના માર્ગ પર અગ્રેસર રહે છે. આવા લોકો પોતાની પ્રશંસા સાંભળવાના આતુર રહે છે. તેમના દાંપત્ય જીવનમાં વિરોધાભાસની સ્થિતિ રહે છે. તેમના વધારે ક્રોધના કારણે આસપાસના લોકો સાથે તેમના સંબંધો ઝડપથી બનતાં નથી.

બુધવાર
બુધવારે જન્મેલા લોકો બહુમુખી પ્રતિભાના માલિક અને તીક્ષ્ણ બુદ્ધિવાળા હોય છે. તેઓ પોતાના વાકચાતુર્યથી અન્યની બોલતી બંધ કરી દે છે. તેમના પર બુધ ગ્રહનો વિશેષ પ્રભાવ રહે છે. લોકો તેમને પસંદ કરે છે. આ લોકો પોતાના માતા-પિતા અને ભાઈ-બહેનને વિશેષ રૂપે પ્રેમ કરે છે. ભાગ્ય પક્ષ મજબૂત હોવાને કારણે આ લોકો બધા પ્રકારની વિપત્તિયોમાંથી ઝડપથી મુક્ત થઈ જાય છે અને ધન કમાવવામાં સફળ રહે છે.

ગુરુવાર
આ દિવસે જન્મેલા વ્યક્તિ મહત્વાકાંક્ષી ગંભીર સ્વભાવના હોય છે અને કોઈપણ મુશ્કેલ સમયનો સામનો ખૂબ જ સમજદારી અને સાહસ સાથે કરે છે. તેમના સાહસ અને તર્કની આગળ કોઈ ટકી નથી શકતું. તેમના વિચારો અને ભાવનાઓને બીજાની સામે સારી રીતે રજૂ કરે છે. આ કારણે લોકો તેમનાથી પ્રભાવિત થાય છે. તેઓ મિત્રતા પણ સારી સંગત વાળા લોકો સાથે જ કરે છે માટે તેમને મિત્રો તરફથી હંમેશા ખુશી મળે છે.

શુક્રવાર
આ દિવસે જન્મેલ વ્યક્તિની વાણીમાં મધુરતા અને સરળતા હોય છે અને વાદ-વિવાદ કરનારા લોકોને આ નફરત કરે છે. આવા લોકો મનોરંજનના સાધનો પર વધુ ખર્ચ કરે છે. જેનાથી તેમનું આર્થિક સંતુલન બગડી જાય છે. ઐશ્વર્યથી ભરેલું જીવન જ તેમને સારું લાગે છે. કલાના ક્ષેત્રમાં આ લોકો પોતાનું સ્થાન સારી રીતે બનાવી શકે છે. પ્રેમના મામલે આ લોકોનો સ્વભાવ ચંચળ હોય છે. તેઓ એક સ્થાને ટકતાં નથી. તેમના સ્વભાવમાં ઈર્ષાનું પ્રમામ વધુ હોય છે. પરંતુ તેમનું વૈવાહિક જીવન સફળ રહે છે.

શનિવાર
જે લોકો શનિવારે જન્મ્યા હોય છે તેઓ આળસી અને સંકોચી હોય છે. આવા લોકો કોઈપણ કાર્યને કરવા યોજના તો બનાવે છે પણ એ યોજનાઓ પર અમલ કરી શકતાં નથી. આ લોકો મિત્રોની બાબતે સાવધાન રહેતા નથી અને પછી પસ્તાવાનો સમય આવે છે. પરીવાર અને સંબંધીઓનું સુખ પણ નબળું રહે છે. તેમના જીવનમાં કષ્ટ વધારે હોય છે પરંતુ, તેઓ હસમુખ સ્વભાવના હોવાથી સ્થિતીની સામનો સરળતાથી કરી લે છે.

રવિવાર
રવિવારનો સંબંધ સૂર્ય દેવતા સાથે છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. રવિવારે જન્મેલા વ્યક્તિ કોઈની અધીનતામાં કાર્ય કરવું પસંદ કરતા નથી. સામાન્ય રીતે ભાગ્યશાળી હોય છે. ઓછુ બોલનારા આ લોકો અને કલા ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. ધર્મમાં રુચિ રાખે છે અને કોઈ કાર્ય માટે તેમને નેતૃત્વ સોંપવામાં આવે તો તેઓ સારું પરિણામ આપે છે.