વજન વધવાના કારણોમાં એક કારણ ડાયેટ પણ છે - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • વજન વધવાના કારણોમાં એક કારણ ડાયેટ પણ છે

વજન વધવાના કારણોમાં એક કારણ ડાયેટ પણ છે

 | 12:40 am IST

ડાયટ ટિપ્સ : હિરલ ભટ્ટ

હાલના સમયમાં દરેક વ્યક્તિનો સવાલ એ છે કે આટલું ધ્યાન રાખવા છતાં યોગ્ય ડાયેટ છતાં વજન શું કામ વધે છે? ઘણાં લોકોની એવી દલીલ પણ હોય છે કે અમે મેન્ટેન રાખીએ છીએ તો પણ કેમ વજન વધે છે.

વજન વધવા પાછળ ઘણા કારણો છે એ લોકો જાણતા નથી. ખોરાક મેન્ટેન એટલે ડાયેટ કરો અને કસરત કરવાથી વજન વધશે નહીં એવું નથી. વજન વધવાનું કારણ સીધું છે. જે ખોરાકમાંથી તમે જેટલી કેલરી લો એટલી બાળશો નહીં તો વજન વધશે એ નક્કી છે. બાકી રહેલી કેલરી જ શરીરમાં ફેટના રૂપે જમા થાય છે અને વજન વધારે છે. તો આવો વજન વધવાના ૧૦ મુખ્ય કારણ વિશે જાણીએ.

ખોરાક

વજન વધવાનું મુખ્ય કારણ આપણો ખોરાક છે. જો આપણા ખોરાકમાં કેલરીનું પ્રમાણ વધારે હશે તો વજન વધવાની શક્યતા વધુ રહે છે વધારે તેલવાળો ખોરાક, ફસ્ટ ફૂડ, કોલ્ડ્રિક વગેરેથી શરીરમાં જરૂરિયાત કરતાં વધુ કેલરી જમા થાય છે. જો તમને એ ખ્યાલ આવી જાય કે તમારા શરીર અને ઉંમર પ્રમાણે તમારે રોજની કેટલી કેલરી લેવાની છે તો તમારું વજન વધશે નહિ જેના માટે નિષ્ણાતની સલાહ લઇને ખોરાકમાં પરિવર્તન લાવવું જોઇએ.

નિષ્ક્રિય રહેવું

તમારી જીવનચર્યા એવી હોય જેમાં તમારે વધુ હાથ કે પગ હલાવવાના નથી તો તમારું વજન વધશે. ખાસ કરીને જે લોકો ઘરમાં જ રહે છે તેમજ જે લોકો દિવસ દરમ્યાન ખુરશી પર બેસીને જ કામ કરે છે. એમનું રુધિરાભિસરણ બ્લોક થતું રહે છે. તે લોકોએ રૂટિન લાઇફ્માં એવી પ્રવૃત્તિ કરવી જોઇએ જેનાથી સ્નાયુઓ કાર્યરત બને જેમકે લિફ્ટના બદલે પગથિયાનો ઉપયોગ કરવો. તમારી પસંદગીની કોઇપણ રમત રમવી જેમકે બેડમિન્ટન, ટેબલ ટેનિસ રમવું. તમે એક ટ્રેડમિલ કે સાયકલ પણ ચલાવી શકો છો. તેમજ ખૂબ સરળ ઉપાય રોજ અડધો કલાક ચાલવા જવું.

વારસાગત

જો માતા કે પિતા બેમાંથી એકનું પણ વજન વધુ છે તો તેના સંતાન પર તેની અસર ચોક્કસ પડવાની શક્યતા રહે છે.

ઉંમર

ઉંમર સાથે વજનનું વધવું એ કુદરતી પ્રક્રિયા છે. આવું થવાનું કારણ એ છે જેમ-જેમ ઉંમર વધે તેમ-તેમ મસલ્સ ફેટમાં પરિવર્તિત થાય છે. ફેટનું પ્રમાણ વધવાથી ડાયાબિટીસ અને હાઇપર થાઇરોડિઝમ થવાની શક્યતાઓ વધી જાય છે. ઉંમર વધતાં મેટાબોલિઝમમાં પણ ઊણપ આવવા લાગે છે તેથી વજન વધવા લાગે છે.

જાતિ

સામાન્ય રીતે સ્ત્રીઓ પુરુષોની કક્ષામાં ઓછી કેલરી બાળે છે. માટે એમનું વજન વધે છે. સ્ત્રીઓમાં પુરુષોની સરખામણીમાં ફેટનું પ્રમાણ વધુ હોય છે. એક સામાન્ય વજનની તંદુરસ્ત સ્ત્રીના શરીરમાં ૨૫% ચરબી હોય છે. જ્યારે એવા જ એક પુરુષમાં તેનું પ્રમાણ ૧૫% હોય છે.

મનોવૈજ્ઞાનિક કારણ

ઘણી વાર વજન વધવાનું કારણ સાયકોલોજી પણ હોય છે. ડિપ્રેશન કે ભાવાત્મક સમસ્યાઓના કારણે વિચારોમાં વધુ ખોરાક લેવાય જાય છે તેનું ધ્યાન રહેતું નથી જેના કારણે વજન વધે છે.

ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થા દરમ્યાન વજનનું વધવુ સામાન્ય છે. સામાન્ય રીતે કોઇપણ સ્ત્રીનું વજન ૫થી ૧૦ કિલો જેટલું વધે છે જે બાળકના પોષણ માટે જરૂરી છે.

દવાઓ

અમુક ચોક્કસ પ્રકારની દવા તમારું વજન વધારે છે. જેમ કે એન્ટિડિપ્રેશન કે પછી કોર્ટિકોસ્ટેરોઇડ અથવા જન્મ નિયંત્રણ માટેની દવાઓ લેવાથી પણ વજન અઢી કિલો વધી શકે છે.

બીમારીમાં

કોઇ બીમારીમાં પણ વજન વધી શકે છે. કારણ કે આ સમયમાં પ્રવૃત્તિ ઓછી થાય છે અને શરીરમાં ચરબી જમા થવા લાગે છે.

ધૂમ્રપાન છોડવાથી

ધૂમ્રપાન છોડયા બાદ વજન ૩-૪ કિલો વધી શકે છે.

ઘણી વાર આપણે આ નાના કારણોને ગણકારતા નથી હોતા, પણ એ ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થતાં હોય છે માટે યોગ્ય સમય પર યોગ્ય પદ્ધતિ દ્વારા નિષ્ણાતની સલાહ લીધા બાદ ડાયેટ તેમજ કસરતમાં ફેરફર કરવો જોઇએ.

[email protected]