વધી રહી છે ફાંદ? તો ફોલો કરો આ tips, કમરની સાઈઝ ઘટશે ઝડપથી - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • વધી રહી છે ફાંદ? તો ફોલો કરો આ tips, કમરની સાઈઝ ઘટશે ઝડપથી

વધી રહી છે ફાંદ? તો ફોલો કરો આ tips, કમરની સાઈઝ ઘટશે ઝડપથી

 | 12:11 pm IST

જો આપ પણ વધેલું વજન ઘટાડવા માટે તનતોડ મહેનત કરવા પાછળ સમય ફાળવો છો તો આ જાણકારી આપના માટે કામની સાબિત થશે. વજન ઘટાડવા માંગતી વ્યક્તિ સૌથી વધારે ધ્યાન વ્યાયામ અને ખોરાક પર આપે છે. પરંતુ તમે એ વાતથી અજાણ હશો કે આ બંને સાથે જો તમે લિક્વિડ ડાયેટ પર ધ્યાન નહીં આપો તો ઝડપથી વજન નહીં ઘટે. વજન ઘટાડવામાં પ્રવાહી ખોરાક મદદરૂપ સાબિત થાય છે. જો કે આ સાથે અન્ય એક વાતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે વજન ઘટાડવાનું હોય ત્યારે કયા પ્રકારના ડ્રિન્ક પીવા જોઈએ અને કયા નહીં. તો આજે મેળવી લો આ મહત્વની જાણકારી તમે અહીં.

પાણી :
દિવસમાં પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. પાણી પીવાથી મેટાબોલિઝ્મ પર અસર પડે છે સાથે જ એક અભ્યાસથી જાણવા મળ્યું છે કે પાણી જમતાની બરાબર પહેલાં પાણી પીવાથી વજનમાં ઘટાડો આવે છે.

નાળિયેર પાણી :
જો આપ એવા ક્ષેત્રમાં છો કે જ્યાં સરળતાથી નાળિયેર પાણી મળી શકતું હોય, તો નાળિયેર પાણીનું સેવન દરરોજ કરો. તેનાથી આપના વજનમાં ઘટાડો થશે અને કેલરી પણ નહીં વધે. એક કપ નાળિયેર પાણીમાં માત્ર ૪ કેલરી હોય છે. સાથે જ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે.

લીંબુ પાણી :
લીંબુ પાણી પાચનને સ્વસ્થ રાખે છે અને મેટાબોલિઝ્મને બરાબર કરે છે. તેને પીવાથી આપનો પેટનો દુખાવો સાજો થઈ જશે અને કેલોરી પણ નહીં વધે. આ એક લો-કેલેરી ડ્રિંક છે કે જે વજન ઘટાડવામાં સૌથી વધુ સહાયક હોય છે.

તરબૂચનો રસ :
તરબૂચમાં માત્ર પાણી હોય છે, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે તરબૂચનું સેવન કરવાથી કે તેનો રસ પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ સંતુલિત થઈ જાય છે અને બોડી ફેટ પણ ઓછું થઈ જાય છે. એક તરબૂચમાં માત્ર ૫૬ કેલોરી હોય છે. હવે આપ પોતે જ અંદાજો લગાવી લોકે તરબૂચ કેટલું હેલ્ધી ડ્રિંક છે.

ગ્રીન-ટી :
ગ્રીન-ટીનાં ફયદાઓથી સૌ પરિચિત છે. જો આપ મિલ્ક-ટીનાં સ્થાને ગ્રીન-ટી પીવાનું શરૂ કરી દો, તો વધારે ફયદો થશે. ગ્રીન-ટી પીવાથી આપને સ્ફુર્તિનો અહેસાસ થશે અને આપનું વજન પણ ઓછું થશે.

ડાર્ક ચોકલેટ શેક :
ડાર્ક ચોકલેટ આપની ભૂખને સમાપ્ત કરી દે છે અને પેટ પણ ભરી જાય છે, પરંતુ તેમાં ૪૦૦ કેલોરી હોય છે. જો આપ તેને લીધા બાદ થોડીક વાર સુધી કંઈ જ ન ખાઓ, તો આ એક યોગ્ય ઓપ્શન છે કે જેનાથી આપ વજન ઘટાડી શકો છો.

ફેટ ફ્રી મિલ્ક :
ક્રીમ રહિત મિલ્કનું સેવન કરો. તેમાં તમામ પોષકતત્ત્વો છે અને ચરબી પણ શરીરમાં નથી પહોંચતી. સાથે જ તેનાથી ભૂખ પણ શાંત થઈ જાય છે.

શાકભાજીનો જ્યૂસ :
આપ દરરોજ એક ગ્લાસ શાકભાજીનો જ્યૂસ પીવો. તેનાથી આપના શરીરને ચરબી રહિત શક્તિ મળશે. એક ગ્લાસ જ્યૂસમાં માત્ર ૧૩૫ કેલોરી હોય છે. સાથે જ તેનાં સેવનથી શરીરની પાચન ક્રિયા પણ સારી થઈ જાય છે.

કોફી :
કોફીનું સેવન કરવાથી મેટાબોલિઝ્મ પર સારી અસર પડે છે. સાથે જ જો આપ વર્કઆઉટ કરો, તો આપને એનર્જી પણ મળે છે.