ઘરે બનાવો 'આ' પાણી, અને 10 જ દિવસમાં કરી દો ઢોલ જેવા પેટને ફ્લેટ - Sandesh
NIFTY 10,584.50 +35.80  |  SENSEX 34,534.86 +139.80  |  USD 65.6475 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ઘરે બનાવો ‘આ’ પાણી, અને 10 જ દિવસમાં કરી દો ઢોલ જેવા પેટને ફ્લેટ

ઘરે બનાવો ‘આ’ પાણી, અને 10 જ દિવસમાં કરી દો ઢોલ જેવા પેટને ફ્લેટ

 | 11:44 am IST

આપણા રોજીંદા જીવનમાં ઓફિસ, ઘર, બાળકો અને મિત્રો બધાને બેલેન્સ કરતાં કરતાં આપણી પાસે સમય જ નથી રહેતો કે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકીએ, આવી સમસ્યા મોટાભાગના લોકોની હશે. પરંતુ જો પોતાનું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો જે પણ કામ કરીશું તેમાં મન નહીં લાગે. કહેવાય છે કે, પેટ સારુ તો સ્વાસ્થ્ય સારું, પરંતુ આજકાલ પેટ પરની ચરબીની સમસ્યાથી અનેક લોકો પીડાતા હોય છે. તો આ સમસ્યાનો ઉકેલ આપણે જીરામાંથી મેળવી શકીશું. જીરામાં આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, જીંક તથા ફોસ્ફરસ પણ મળે છે. આની સૌથી મોટી ખાસિયત છે કે તે વજન જલ્દી ઉતારે છે.

એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, જીરું જામેલી ચરબી ઓછી કરે છે જે દ્વારા વજન ઓછું કરવામાં મદદ મળે છે. એક મોટી ચમચી જીરાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને રાખવું. સવારે તેને ઉકાળીને ચાની જેમ ગરમ ગરમ પીવું. બચેલા જીરાને પણ ચાવીને ખાઈ લેવું. આના નિયમિત સેવનથી શરીરમાં કોઈપણ ભાગમાં જામેલી ચરબી ઓગળી જશે. આ પ્રયોગમાં એક વાતનું ધ્યાન રાખવું કે આના સેવન પછી એક કલાક સુધી કંઇપણ ન ખાવું.

તમને જણાવી દઇએ કે, હિંગ, સંચળ તથા જીરાને સમાન માત્રામાં લઈને તેનું ચૂરણ બનાવવું. આ ચૂરણને 1-3ગ્રામની માત્રામાં દિવસમાં બે વાર દહીં સાથે લેવાથી પણ ફાયદો થાય છે. આ પ્રયોગથી શરીરની ચરબી ઓછી થશે એની સાથે સાથે લોહી પરિભ્રમણ પણ વધશે તથા કોલેસ્ટેરોલ પણ ધટશે. આ દવા લીધા પછી રાતે બીજું કંઇ પણ ખાવું નહિં. આ પ્રયોગ કરતાં હોવ તેટલા દિવસ તંમાકુ, ગુટખા તથા માંસાહારનો ત્યાગ કરવો તો જ આ પ્રયાગ સફળ નીવડશે.