માત્ર 4 દિવસમાં આ ડ્રિંક પીને ઉતારી દો તમારું વધેલુ વજન - Sandesh
  • Home
  • Health & Fitness
  • માત્ર 4 દિવસમાં આ ડ્રિંક પીને ઉતારી દો તમારું વધેલુ વજન

માત્ર 4 દિવસમાં આ ડ્રિંક પીને ઉતારી દો તમારું વધેલુ વજન

 | 11:29 am IST

મેટાબોલિઝમ એટલે ચયાપચયની પ્રક્રિયા. શરીર ખોરાક દ્વારા જે કેલરી મેળવે છે એ કેલરીરૂપી શક્તિનો વપરાશ પૂરેપૂરો તો જ થાય જ્યારે તમારું મેટાબોલિઝમ સ્ટ્રોન્ગ હોય, નહીંતર એ શક્તિ મેદના રૂપે શરીરમાં જમા થતી જાય. આમ તો મેટાબોલિઝમ કુદરતી દેન છે, પરંતુ લાઇફ-સ્ટાઇલમાં થોડા ફેરફાર વડે એને સ્ટ્રોન્ગ બનાવી શકાય છે

આ સાથે જો તમારે તમારું વજન 4 દિવસમાં ઘટાડવું છે અને શરીરનું મેટાબોલિઝમ વધારવું છે, તો એના માટે તમારે આ ડ્રિંક પીવું પડશે. આ ડ્રિંક પીવાથી શરીરનું ફેટ પૂરી રીતે બર્ન થઈ  જશે. તો આવો જાણીએ એને બનાવવાની રીત…

સામ્રગી
8.5 કપ ફિલ્ટર પાણી
1 ચમચી છીણેલું આદુ કે આદુ પાવડર
1 મધ્યમ સાઈઝની કાકડી બારીક સમારેલી
1 મધ્યમ સાઈઝનું  લીંબૂ,
બારીક સમારેલા 12 ફુદીનાના પાન

રીત
એક જગમાં બધી સામગ્રીઓ નાખીને તેને આખી રાત પલાળી રાખો.  બીજા દિવસે સવારે તેમાથી લીંબૂની સ્લાઈસ, આદું અને ફુદીનાના પાન કાઢી લો. પછી આ ડ્રિંકને ગ્લાસમાં નાખી પી લો. તમે ઈચ્છો છો તો આ પાણીને 2 દિવસ સુધી ફ્રીજમાં મુકીને પછી પણ પ્રયોગ કરી શકો છો.

જાણી લો કેવી રીતે કરે આ સામ્રગીઓ શરીરમાં કરે છે કામ
– આ ડ્રિંકમાં જેટલી પણ સામગ્રી છે એ હેલ્ધી અને શરીરને શુદ્ધ કરે છે.

કાકડી
કાકડીમાં બહુ ઓછી કેલરી હોય છે અને આ વેટ લોસ માટે તે ખૂબ જ સારી ગણાય છે.

આદુ
આદુ પેટને પૂરી રીતે ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે, જેથી તમને ઘણા લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.
 
લીંબૂ
લીંબૂમાં પેક્ટિન ફાઈબર હોય છે જે ફૂડ ક્રેવિંગને ઓછું કરે છે. આ સાથે લીંબૂ શરીરને કલીંઝિંગ કરવાનું પણ કામ કરે છે.

ફુદીનો
ફુદીનો પાણીમાં સ્વાદ ભરવાનુ કામ કરે છે. આ ઉપરાંત ફૂડ ક્રેવિંગને પણ ઓછું કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન