Weihong, China's richest woman businessman, has been missing for 4 years
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 4 વર્ષથી ગાયબ છે ચીનની સૌથી અમીર બિઝનેસવુમન, શી જિનપીંગે ગાયબ કરી હોવાની શંકા

4 વર્ષથી ગાયબ છે ચીનની સૌથી અમીર બિઝનેસવુમન, શી જિનપીંગે ગાયબ કરી હોવાની શંકા

 | 8:01 pm IST
  • Share

ચીનના સૌથી અમીર મહિલા ઉદ્યોગપતિ વીહોંગ ‘વિટની’ ડુઆન પોતાનામાં એક રહસ્ય બની ગઈ છે. ગરીબીમાંથી બહાર આવીને પોતાનો વ્યસાય વધારનાર વીહોંગ લગભગ ચાર વર્ષ પહેલા 5 સપ્ટેમ્બર, 2017 ના રોજ ગાયબ થઈ ગઈ હતી. તેણી ક્યાં હતી તે વિશે ક્યારેય કોઈને ખબર પડી નહોતી, પરંતુ એવું માનવામાં આવે છે કે ચીની સરકારે તેને ગાયબ કરી દીધી છે.

તેની પાછળનું કારણ વીહોંગના પૂર્વ પ્રીમિયર વેન જિયાબાઓની પત્ની અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે એક સમયે પડકારરૂપ રહેનાર સન ઝેંગચાઇ સાથે કનેક્શન. રિપોર્ટ અનુસાર ઘણા વર્ષોથી ગુમ થયેલ વીહોંગ તેના પૂર્વ પતિ ડેશમંડ શુમનું નવું પુસ્તક રેડ રૂલેટ(Red Roulette)ના વિમોચન પહેલા સામે આવી પરંતુ ફરી તે ગાયબ થઈ ગઈ.

તેના પુસ્તકમાં શુમએ જણાવ્યું કે, વીહોંગ છેલ્લે તેની ઓફિસમાં જોવા મળી હતી અને તેના વિશે ફરી ક્યારેય કોઈ માહિતી સામે આવી નથી. નાનજિંગ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી વખતે વીંહોંગે ​ચીની સરકારથી લઈને લશ્કરી અધિકારીઓ સુધી તેમની સાથે ડીલિંગ કરવાની રીતો શોધી લીધી હતી.

1996માં તેમણે એક રિયલ એસ્ટેટ ડેવેલપમેન્ટ કંપની Great Ocean શરૂ કરી અને બિઝનેસ વધારવા માટે સરકારી અધિકારીઓ સાથે કનેક્શન વધારવા લાગી. તેમાથી સૌથી ચર્ચિત મિત્રતા રહી વીહોંગ અને જિયાબાઓની પત્નીની સાથે.

એવો દાવો કરવામાં આવ્યો કે, જિયાબાઓ પોતાની પત્નીના માધ્યમથી વીહોંગ જેવા વ્યાપારીઓ સાથે સંપર્કમાં રહેતા હતા. જો કે જિયાબાઓની સમર્થનવાળી કમ્યૂનિસ્ટ પાર્ટીનું જૂથ નબળુ પડવા લાગ્યું હતું. જેની નુકશાની વીહોંગને ઉઠાવવી પડી. વિદેશી મીડિયામાં વીહોંગના પરિવાર પર ગેરકાયદેસર રીતે સંપત્તિ એકઠી કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેના માટે વીહોંગને જવાબદાર ઠેરવવામાં આવી.

બીજી બાજુ જ્યારે પક્ષના ઉભરતા નેતા શી જિનપિંગના પરિવાર સામે આવા જ સમાન આરોપો લગાવવામાં આવી રહ્યા હતા, અને તેના જવાબમાં તેમણે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન શરૂ કર્યું. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે મૂડીવાદીઓ માટે થોડા દિવસો બાકી છે અને હવે સમાજવાદની જીત થવાની છે.

તેનું નુકશાન વીહોંગને ઉઠાવવું પડ્યું. વીહોંગ સુન ઝેંગચાઈ માટે કેમ્પેન મેનેજર તરીકે કામ કરી હતી જે 2022-23માં CCPના જનરલ સેક્રેટરી કે પ્રીમિયર જેવા પદો પર નજર રાખી રહ્યા હતા. જો કે, શી એ જાહેરાત કરી કે, તેઓ હંમેશા માટે રાષ્ટ્રપતિ રહેશે અને તેની સાથે જ તેમની જગ્યા લેવાનું વિચારી રહેલા સુનનું ભવિષ્ય ખતમ થઈ ગયું અને તેમની પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા. ત્યાર બાદ વીહોંગ પણ ગાયબ થઈ ગઈ. તેમના ઘરે કામ કરનાર મહિલા પણ ગાયબ થઈ ગઈ, તેનાથી અંદાજ લગાવી શકાય કે, સીક્રેટ પોલીસ બન્નેને લઈ ગઈ. સુનને પણ આજીવન કારાવાસની સજા આપવામાં આવી.

રસપ્રદ વાત એ છે કે શૂમ હવે જ્યારે આ સમગ્ર સિસ્ટમ પર પુસ્તક રિલીઝ કરી રહ્યા છે ત્યારે તેમણે વીહોંગને બે વાર કોલ કર્યો. શૂમનો અંદાજ છે કે, તેમણે કમ્યૂનિ્સ્ટ પાર્ટીના અધિકારીઓના કહેવા પર
કોલ કરવામાં આવ્યો જેના પર ચીની સિક્યોરિટી સર્વિસિસની પણ નજર હતી. વીહોંગે શૂમને કહ્યું, તેમણે થોડા સમય માટે છોડવામાં આવી છે અને ગમે ત્યારે ફરી પકડી લેવામાં આવશે. તેમણે પુસ્તક છાપવાની મનાઈ કરી અને ચીનમાં ચર્ચિત ચેતાવણી આપી કે, સરકાર વિરુદ્ધ જનારનું ક્યારેય ભલુ નહીં થાય. શૂમનું કહેવું છે કે, ચીનની સરકાર એ વાતથી ડરી ગઈ છે કે આ પુસ્તકમાં શું લખવામાં આવ્યું હશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો