અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરતા આ ભૂલો, નહિ તો લાભ નહિ થાય - Sandesh
  • Home
  • Astrology
  • અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરતા આ ભૂલો, નહિ તો લાભ નહિ થાય

અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરતા આ ભૂલો, નહિ તો લાભ નહિ થાય

 | 12:21 pm IST

અક્ષય તૃતીયાને સૌથી શુભ દિવસોમાંનો એક દિવસ માનવામાં આવે છે. આ વખતે 18 એપ્રિલે આ શુભ દિવસ છે. આ દિવસે માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. માતા લક્ષ્મી આ દિવસે ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે, પરંતુ એવા કેટલાક કાર્યો છે જે કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ના થવાની જગ્યાએ નાખુશ થઇ જાય છે અને ક્યારેય પણ તેવા વ્યક્તિઓના ઘરે લક્ષ્મીનો વાસ થતો નથી. આવો તમને જણાવી દઇએ કે અક્ષય તૃતીયાના દિવસે કેવી રીતે પૂજામાં ધ્યાન રાખવું અને શું ના કરવું જોઇએ.

તુલસીના પાનથી પૂજાનું મહત્વ હિન્દુ ધર્મમાં વિશેષ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી બહુ પ્રિય હોય છે, એવામાં અક્ષય તૃતીયાના દિવસે જે વ્યક્તિ વગર સ્નાન કર્યે તુલસીના પાન તોડે છે, તો માતા લક્ષ્મી તેમની પૂજા ક્યારેય પણ સ્વીકાર કરતા નથી.

જે વ્યક્તિ સાફ-સફાઇ વગર પૂજા કરે છે તેની પૂજા પણ ક્યારેય સ્વીકાર થતી નથી. માટે અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીની પૂજા કરતા સમયે શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

જે વ્યક્તિ પૂજા કરે છે પણ પોતાનાથી મોટાનો આદર ના કરતો હોય અને મહિલાઓ પ્રત્યે સમ્માન રાખતો ના હોય તો તેના ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પણ સ્થાયી વસવાટ કરતા નથી.

જે વ્યક્તિ પૂજા કરતા સમયે ગુસ્સામાં રહે છે, તેના દ્વારા કરવામાં આવેલ માતા લક્ષ્મીની પૂજા ક્યારેય પણ સ્વીકાર કરવામાં આવતી નથી. ગુસ્સામાં પૂજા કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે.

અક્ષય તૃતીય પર માતા લક્ષ્મીની પૂજા કર્યો પછી ગરીબોને દાન અને ભોજન કરાવવું જોઇએ. તેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.