Wendell Rodricks, the pioneer of Indian resortwear, dies in Goa
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયંકાથી લઈ દીપિકા સુધી બધી અભિનેત્રીઓ ચોધાર આંસુએ રડી, બોલિવૂડે એક અંગ ખોઈ દીધું!

પ્રિયંકાથી લઈ દીપિકા સુધી બધી અભિનેત્રીઓ ચોધાર આંસુએ રડી, બોલિવૂડે એક અંગ ખોઈ દીધું!

 | 7:39 am IST

પ્રખ્યાત ફેશન ડિઝાઈનર વેન્ડેલ રોડ્રિક્સનું 59 વર્ષની ઉંમરે વયે નિધન થયુ છે. વર્ષ 2003માં અમિતાભ બચ્ચન અને કેટરિના કેફની વિવાદિત ફિલ્મ બૂમમાં આ ડિઝાઈનરે કેમિયો રોલ પણ કર્યો હતો. તે સાથે જ વર્ષ 2008માં રીલિઝ થયેલી ફિલ્મ ફેશનમાં જોવા મળ્યો હતો. એક ફેશન ડિઝાઈનરની સાથે સાથે વેન્ડેલ લેખક, પર્યાવરણ એક્ટિવિસ્ટ અને ગે રાઈટ્સ પર પોતાના અભિપ્રાય રાખવા માટે પણ જાણીતો હતો. ઉલ્લેખનીય છે કે, ગોવામાં આવેલા પોતાના ઘર પરથી તેનું મૃત શરીર મળી આવ્યું છે. હાલમાં બધી જ  અભિનેત્રીઓ શોકમાં છે. બોલિવૂડમાં જાણે એક અંગ ખોવાઈ ગયું હોય એવી રીતે ફિલ્મ જગત શોકમાં ડૂબેલું છે. સ્મૃતિ ઈરાનીએ પણ આ બાબતે શોત વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વેન્ડેલે થોડા સમય પહેલા જ ગ્રેમી એવોર્ડ દરમિયાન પ્રિયંકા ચોપરાના ડ્રેસ અંગે ટિપ્પણી કરી હતી અને ત્યારે લોકોએ તેને ખૂબ લતાડી નાખ્યો હતો. પછી તેણે સ્પષ્ટતા પણ આપી હતી.

આ ડિઝાઈનર ગોવાના કેથૌલિક પરિવાર સાથે સંબંધ ધરાવતો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત લેકમે કોસ્મેટિક્સ, ગાર્ડન વરેલી અને ડિબિયર્સની ડિઝાઇનિંગ સાથે કરી હતી. તે સમલૈંગિક હતો. 2002માં પેરિસમાં જેરોમ મારેલ સાથે ફેરા ફર્યા હતો.

આ ડિઝાઈનરને ભારત સરકાર તેમજ ફ્રેન્ચ સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. વેન્ડેલને વર્ષ 2014 માં પદ્મશ્રી સન્માનથી પણ નવાજવામાં આવ્યો હતો. 1990માં તેમનો પ્રથમ સંગ્રહને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને ગુરુ ઓફ મિનિમલિઝ્મનો ટેગ પણ મળ્યો હતો.

ત્યારબાદ તેમણે ભારતીય ફેશનમાં ઇકો ફ્રેન્ડલી વસ્ત્રો પર કામ કર્યું હતું. ફેશન ઈન્ડસ્ટ્રીમાં લગભગ બે દાયકા વીતાવ્યા બાદ વેન્ડેલ બોલિવૂડના ટોચના ફેશન ડિઝાઇનર્સોમાના એક બન્યો હતો.

આ વીડિયો પણ જુઓ: હવસખોરોની વિકૃતતાનો વધુ એક પુરાવો મોરબીમાં જોવા મળ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન