west bengal bhawanipur jangipur shamsherganj mamata banerjee
  • Home
  • Featured
  • CM મમતા દીદીએ ભવાનીપુરમાં જીતનો પરચમ લહેરાવ્યો

CM મમતા દીદીએ ભવાનીપુરમાં જીતનો પરચમ લહેરાવ્યો

 | 2:29 pm IST
  • Share

  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાઇપ્રોફાઇલ બેઠક ભવાનીપુરથી શાનદાર જીત મેળવી
  • BJPના પ્રિયંકા ટિબરેવાલને 58832 મતથી હરાવ્યા
  • આ પેટાચૂંટણીમાં મમતા બેનર્જીને કુલ 84709 મત મળ્યા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 2011ની વિધાનસભાની ચૂંટણીમાં જીતનો તેમનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિધાનસભા પેટાચૂંટણીમાં ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીને ભારે લીડ મળી છે. તે ભાજપના ઉમેદવાર ઉપર 58,389 મતોથી આગળ છે. મતગણતરીના 21 મા રાઉન્ડના અંત સુધીમાં મમતા બેનર્જીને 84,709 અને ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 26,320 મત મળ્યા હતા.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાઇપ્રોફાઇલ બેઠક ભવાનીપુરથી શાનદાર જીત મેળવી છે. આ પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીએ ભાજપના પ્રિયંકા ટિબરેવાલને 58000 મતોથી હરાવ્યા હતા. ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે પોતાની હાર સ્વીકારી છે અને મમતાને તેમની જીત માટે અભિનંદન આપ્યા છે.

CM મમતા બેનર્જી માટે આ બેઠક પ્રતિષ્ઠાનો વિષય બની હતી. આ પેટાચૂંટણીમાં મમતા બેનર્જીને કુલ 84709 મત મળ્યા, ભાજપની પ્રિયંકા ટિબરેવાલને 26320 મત મળ્યા. જ્યારે સીપીએમના ઉમેદવાર શ્રીજીબને માત્ર 4201 મત મળ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો