west-bengal-bjp-president-dileep-ghosh-convoy-attack
  • Home
  • Featured
  • પશ્ચિમ બંગાળમાં BJPની રથયાત્રાના કાફલા પર હુમલો, દિલીપ ઘોષ ઇજાગસ્ત

પશ્ચિમ બંગાળમાં BJPની રથયાત્રાના કાફલા પર હુમલો, દિલીપ ઘોષ ઇજાગસ્ત

 | 6:14 pm IST

પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ધોષના કાફલા પર હુમલો થયો છે. જ્યારે બીજેપીની રથયાત્રા હેઠળ ખલીસામારીમાં જનસભામાં ભાગ લેવા જઇ રહ્યા હતા. પાર્ટી અધ્યક્ષ પર થયેલા હુમલા બાદ કાર્યકરો કોલકાતાના રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે. હાલ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે કોલકાતા હાઇકોર્ટે બીજેપીની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. હવે આ કેસની આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ થશે.

ટીએમસી કાર્યકર્તાઓ પર આરોપ
કાર્યકર્તાઓના મતે, દિલીપ ઘોષ પર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યકર્તાઓએ હુમલો કર્યો અને તેમને કાળા ઝંડા ફરકાવ્યા હતા. તે દરમિયાન ‘વાપસ જાવ’નો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. કાર્યકર્તાઓનું કહેવું છે કે, આ હુમલામાં ઘોષને ઇજા પહોંચી છે. બાદમાં પોલીસે એસ્કોર્ટ કરીને જનસભા સુધી પહોંચાડ્યા હતા.

શાહના પણ પોસ્ટર ફાડ્યા
ઘોષ પર હુમલાના વિરોધમાં પાર્ટી કાર્યકર્તા કોલકાતાના રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. સેન્ટ્રલ એવેન્યૂ પર કાર્યકર્તાઓએ રસ્તો બંધ કરી દીધો છે. તેના પહેલા કૂચબિહારને માથાભાંગા અને દિનહાટાને જોડનારા હાઇવે પર બીજેપી અધ્યક્ષ અમિત શાહની તસ્વીર વાળી એક ફ્લેક્સ બોર્ડ પણ ફાટેલું મળી આવ્યું હતું. તેનો પણ આરોપ બીજેપીએ ટીએમસી કાર્યકર્તાઓ પર લગાવ્યો હતો.