Tourists Caught by Surprise as Mamata Banerjee Brews Tea at Digha Stall
  • Home
  • Videos
  • Featured Videos
  • મમતા બેનર્જીનો ચા બનાવતો VIDEO વાયરલ, આજુબાજુના લોકો જોતાં જ રહી ગયાં

મમતા બેનર્જીનો ચા બનાવતો VIDEO વાયરલ, આજુબાજુના લોકો જોતાં જ રહી ગયાં

 | 2:44 pm IST

એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ચા બનાવતા હોય એવો વીડિયો ફરતો થયો છે. રાજ્યમાં એક રેલી દરમિયાન એક સ્ટોલ પર આવો નજારો જોવા મળ્યો હતો. કપ લઈને મમતા બેનરજીએ ચા બીજા લોકોને આપી પણ ખરી. સોશિયલ મીડિયા પર આ વીડિયોની ચોતરફ ચર્ચા થઈ રહી છે.

રેલીમાં આવતા લોકો માટે માટે વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે એ વિસ્તારનું નિરીક્ષણ કરતી વખતે બેનર્જીએ અચાનક જ તેના કાફલાને એક ચાની ઝુંપડી પાસે રોકાવાનું કહ્યું.

મમતાનાં સુરક્ષા અધિકારીઓ અને અન્ય વહીવટી અધિકારીઓ આ બાબતે વિચારતા હતા કે મુખ્યમંત્રીએ કેમ અચાનક દત્તાપુર વિસ્તારમાં કાફલાને રોકાવા માટે કહ્યું. પરંતુ કોઈ કંઈ વિચારે એ પહેલાં જ ‘દીદી’ ઝૂંપડીમાં ગયાં અને માલિકને પૂછ્યું કે શું તે બધા માટે ચા બનાવી શકે? ત્યારબાદ ચાનાં સ્ટોલ માલિક પાસે જઈ મમતાએ ચા ઉકાળી અને બધાને ચા પીવડાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન