West Indies Cricketer Andre Russell facing Problem from knee injury
  • Home
  • Sports
  • Cricket
  • ધાકડ અને સ્ટાર ક્રિકેટરે છોકરીઓ માટે સેક્સી બનવા કર્યું એવું કામ કે હવે થઈ રહ્યો છે પસ્તાવો

ધાકડ અને સ્ટાર ક્રિકેટરે છોકરીઓ માટે સેક્સી બનવા કર્યું એવું કામ કે હવે થઈ રહ્યો છે પસ્તાવો

 | 9:58 pm IST

ક્રિકેટ ખેલાડીઓ માટે તેમની ફિટનેસ ખૂબ જ મહત્વની હોય છે. મેદાન પર ફિટ રહેવા માટે ક્રિકેટ ખેલાડીઓ પૂરજોર મહેનત પણ કરે છે. પરંતુ હવે ક્રિકેટ જગતના એક દિગ્ગજ અને ધાકડ ખેલાડીએ ચોંકવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે છોકરીઓ માટે સેક્સી દેખાવા માટે પોતાના ઘૂંટણની અવગણના કરતો હતો.

વેસ્ટઈન્ડીઝના સ્ટાર બેટ્સમેન આંદ્રે રસેલે પોતાની બેટિંગથી દુનિયાભરમાં લોકપ્રિયતા મેળવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) માં તે કોલકાતા નાઇટરાઇડર્સ તરફથી રમે છે. આઈપીએલમાં ગત વર્ષે રસેલે તેની વિસ્ફોટક ઇનિંગથી ધૂમ મચાવી હતી. ત્યારે હવે રસેલે તેની ફિટનેસને લઈ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ રસેલે કહ્યું કે તેણે છોકરીઓ માટે સેક્સી દેખાવાના ચક્કરમાં પોતાના ઘૂંટણની અવગણના કરી હતી. તેણે કહ્યું કે આ કારણે હવે તે યુવા ખેલાડીઓને પોતાની ફિટનેસને લઈ ગંભીર રહેવા સલાહ આપે છે.

રિપોર્ટ પ્રમાણે રસેલે કહ્યું કે હાલ હું ઘૂંટણના દુખાવાનો સામનો કરી રહ્યો છે. મે સર્જરી પણ કરાવી છે. પરતું જો પહેલા એક્સરસાઇઝ સમયે મને કોઈએ સલાહ આપી હોત કે મારે ઘૂંટણ મજબૂત કરવાની જરૂર છે તો મારે સર્જરી કરાવવાની જરૂર ન પડી હોત. રસેલે કહ્યું કે જ્યારે આપણે 23 વર્ષના હોઈએ છીએ ત્યારે નિડર થઈએ છીએ. તે સમયનો દુખાવાને નજરઅંદાજ કરતો હતો અને પેનકિલર અથવા દોડીને ઠીક કરવાની કોશિશ કરતો હતો. આગળ રસેલે કહ્યું કે હવે 30 વર્ષની નજીક પહોંચવા લાગ્યો તો મને દુખાવાનો અહેસાસ થવા લાગ્યો છે. તેથી હું યુવા ખેલાડીઓને ફિટનેસ પર વધુ ધ્યાન આપવા સલાહ આપું છું. હું પણ જીમ જતો હતો. પરંતુ એબ્સ અને સોલ્ડર્સ પર વધુ ધ્યાન આપતો હતો. હું છોકરીઓ માટે સેક્સી લાગવા માંગતો હતો.

આ વીડિયો પણ જુઓ: સ્કૂલ બસમાંથી ઉતરતા સમયે વિદ્યાર્થિનીનું મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન