West Indies Cricketer Shai Hope Creates History Against Ireland
  • Home
  • Sports
  • Cricket
  • વેસ્ટ ઇન્ડીઝનાં શાઈ હૉપે બનાવ્યો વિશ્વ રેકૉર્ડ, આ કારનામું કરનારો બન્યો પહેલો ઑપનર

વેસ્ટ ઇન્ડીઝનાં શાઈ હૉપે બનાવ્યો વિશ્વ રેકૉર્ડ, આ કારનામું કરનારો બન્યો પહેલો ઑપનર

 | 3:50 pm IST

શાઈ હૉપની રેકૉર્ડ બ્રેક સદી છતા વેસ્ટઇન્ડીઝ ત્રિકોણીય સીરીઝની બીજી મેચમાં બાંગ્લાદેશ સામે 8 વિકેટે હારી ગયું છે. વેસ્ટ ઇન્ડીઝે પહેલા બેટિંગ કરતા શાઈ હૉપની સતત બીજી સદીની મદદથી 9 વિકેટે 261 રન બનાવ્યા હતા. તેમણે એક સમયે 40.5 ઑવરમાં 3 વિકેટે 205 રન બનાવી લીધા હતા, પરંતુ અંતિમ 9 ઑવરમાં તેમણે ફક્ત 56 રન જ બનાવ્યા અને 6 વિકેટ ગુમાવી દીધી હતી.

બાંગ્લાદેશ તરફથી મશરફે મુર્તઝાએ 3 વિકેટ, જ્યારે મોહમ્મદ સૈફુદ્દીન અને મુસ્તફિઝુરે 2-2 વિકેટે ઝડપી હતી. બાંગ્લાદેશે 45 ઑવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધું હતુ. તમીમ ઇકબાલે 80, સૌમ્ય સરકારે 73, શાકિબ અલ હસને અણનમ 61 અને મુશફિકુર રહમાને અણનમ 32 રન બનાવ્યા હતા. વેસ્ટઇન્ડીઝે પહેલી મેચમાં આયરલેન્ડને હરાવ્યું હતુ. 109 રનની ઇનિંગ રમનારા હૉપે સતત ચોથીવાર ઑપનિંગ કરતા સદી ફટકારી. વન ડે ક્રિકેટમાં આવુ કરનારો દુનિયાનો તે પહેલો બેટ્સમેન છે. આ મેચ પહેલા તેણે આયરલેન્ડ સામે 170 રન ફટકાર્યા હતા. તો ગત વર્ષે તેણે બાંગ્લાદેશ સામે રમાયેલી 3 વન ડે મેચોની સીરીઝમાં અંતિમ 2 મેચોમાં સદી ફટકારી હતી.

શાઈ હૉપે ઑપનર તરીકે ફક્ત 6 વન ડે રમી છે જેમાં તેણે 164.25ની સરેરાશથી 657 રન બનાવ્યા છે. શરૂઆતની 2 મેચોમાં તેણે અડધી સદી ફટકારી, ત્યારબાદની 4 મેચોમાં તેણે સદી ફટકારી છે. આયરલેન્ડ, બાંગ્લાદેશ અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી ટ્રાઈ સીરીઝની પહેલી મેચમાં તેણે રેકૉર્ડ તોડ બેટિંગ કરતા જૉન કેમ્પબેલ (179)ની સાથે વેસ્ટ ઇન્ડીઝ માટે ઑપનિંગ કરતા 365 રનની ભાગેદારી નોંધાવી વન ડેમાં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન