West Indies legend Brian Lara has been admitted to Hospital In Mumbai
  • Home
  • Sports
  • Cricket
  • મુંબઈમાં બ્રાયન લારાની છાતીમાં અચાનક ઉપડ્યો દુખાવો, એક દિવસ સુધી હોસ્પિટલમાં રહેશે

મુંબઈમાં બ્રાયન લારાની છાતીમાં અચાનક ઉપડ્યો દુખાવો, એક દિવસ સુધી હોસ્પિટલમાં રહેશે

 | 4:16 pm IST

વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાને મુંબઈની હોસ્પિટલમાં ભરતી કરાયો છે. બ્રાયન લારાને મંગળવારે મુંબઈ સ્થિત પરેલના ગ્લોબલ હોસ્પિટલ લઈ જવાયો છે. હોસ્પિટલના અધિકારીઓએ કોઈપણ જાણકારી આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુત્રોએ કહ્યું કે, તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે લારાની તબિયત અત્યારે સારી છે. તેની એન્જિયોગ્રાફી થઈ ચૂકી છે. લારા એક દિવસ સુધી ડોક્ટરોની દેખરેખ હેઠળ રહેશે. જે બાદ લારાને હોસ્પિટલમાંથી રજા આપી દેવાનો નિર્ણય કરવામાં આવશે.

50 વર્ષના બ્રાયન લારાએ મંગળવારે લગભગ 12.30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અને તરત તેની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. સુત્રોએ કહ્યું કે, તે હોસ્પિટલની નજીક એક હોટેલના કાર્યક્રમમાં હાજર હતો. જ્યારે તેણે દુખાવાની ફરિયાદ કરી હતી. હાલ બ્રાયન લારા વર્લ્ડ કપ માટે સ્પોર્ટ્સ ચેનલમાં એક્સપર્ટ તરીકે મુંબઈના સ્ટુડિયોમાં કોમેન્ટ્રેટર તરીકે કામ કરી રહ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારાએ 131 ટેસ્ટ મેચોમાં 11,953 રન બનાવ્યા છે. તેનો સર્વાધિક અણનમ 400 રન બનાવ્યા છે. જે વર્લ્ડ રેકોર્ડ છે. લારાએ પોતાની ટેસ્ટ કેરિયરમાં 34 સેન્ચુરી ફટકારી છે. તો 299 વન-ડે મેચોમાં 10,405 રન બનાવ્યા છે. જેમાં 19 સેન્ચુરી અને 63 હાફ સેન્ચુરી સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન