વેસ્ટર્ન હેર સ્ટાઈલ - Sandesh

વેસ્ટર્ન હેર સ્ટાઈલ

 | 1:49 am IST

હેર ટિપ્સ :- હેતા પટેલ

આપણે અત્યારે કપડાંની પસંદગી કરવાની હોય કે મેકઅપ કરવાનો હોય આપણે ઇન્ડિયન અને વેસ્ટર્ન આ બંનેને એક સરખું પ્રાધાન્ય આપીએ છીએ. ઇન્ડિયન ડ્રેસ પર વેસ્ટર્ન હેર સ્ટાઇલ કરવામાં આવે તો સ્ટાઇલિશ અને ડિફરન્ટ લુક મેળવી શકાય છે. વેસ્ટર્ન હેરસ્ટાઇલને એવરગ્રીન હેરસ્ટાઇલ પણ કહી શકાય છે, કારણ કે આ હેરસ્ટાઇલ હંમેશા તમને ટ્રેન્ડી અને સ્ટાઇલિશ દેખાવ જ આપશે.

વેસ્ટર્ન હેર સ્ટાઈલમાં બંને સાઈડમાં અથવા તો હેર સ્ટાઈલની એક સાઈડમાં બ્રોચ લગાવી શકાય. તે હેર સ્ટાઈલના નીચેના ભાગમાં પણ લગાવી શકાય અથવા ફ્રન્ટ ભાગમાં નાનાં નાનાં બ્રોચ લગાવી શકાય. અત્યારે મેટલનાં બ્રોચની વધુ ફેશન છે. આવા બ્રોચ એન્ટિક દાગીના અને ડિઝાઈનર સાડી પર સરસ લાગે છે.

ડિગ્નિટી રોલ

બ્રાઈડ સિવાયની વ્યક્તિઓ લગ્ન પ્રસંગ કે રિસેપ્શન જેવાં ફંક્શનમાં આવી હેર સ્ટાઈલ કરાવી શકે છે. તેમાં સિમ્પલ બ્રોચ લગાવી શકાય.

હાઈ બન કરી બનની ફરતે ડિગ્નિટી રોલ કરીને હાઈ વેસ્ટર્ન હેર સ્ટાઈલ પણ કરી શકાય છે. આ સ્ટાઈલમાં રોલની વચ્ચે નાનાં-નાનાં છૂટાં બ્રોચ લગાવીને હેર સ્ટાઈલને થોડો હેવી લુક આપી શકાય.

 ક્રોસ રોલ

ક્રોસ રોલ એ ઈન્ડો વેસ્ટર્ન હેર સ્ટાઈલ છે. આ હેર સ્ટાઈલ જેની હાઈટ વધુ હોય તેવી સ્ત્રીઓને સરસ લાગે છે. આ સ્ટાઈલમાં રોલ ઉપર સ્ટિકર બ્રોચ લગાવીને એકદમ નીચે ગરદનથી સહેજ ઉપરના ભાગમાં ક્રિસ્ટલના બ્રોચ લગાવી શકાય. તમે ઈચ્છો તો બજારમાંથી તમારી પસંદગી અને બજેટ અનુસારનાં બ્રોચ ખરીદી પણ શકો છો.

આ પ્રકારની હેરસ્ટાઇલમાં તમે બ્રોચ ન લગાવો તો પણ સિમ્પલ સ્માર્ટ લુક મેળવી શકશો.