Western Railway post Yamraj video goes viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • લ્યો બોલો…રેલવેમાં યમરાજની ભરતી! પાટા ક્રોસ કરતા પકડાયા તો થશે આવા હાલ, જોઇ લો Video

લ્યો બોલો…રેલવેમાં યમરાજની ભરતી! પાટા ક્રોસ કરતા પકડાયા તો થશે આવા હાલ, જોઇ લો Video

 | 3:32 pm IST

ભારત દેશમાં મોટાભાગે લોકો રેલવે પટરી ક્રોસ કરીને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ જતા હોય છે અને રેવલે બ્રિજનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે. જેના કારણે ઘણી વખત ભયંકર અકસ્માત સર્જાય છે. ત્યારે હવે આવા લોકોમાં જાગૃતિ લાવવા સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ પશ્ચિમ રેલવે દ્વારા તાજેતરમાં એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રેનના પાટા ક્રોસ કરતા લોકોને યમરાજ આવીને ઉઠાવી લઈ જાય છે. યમરાજ આવા લોકોને સુરક્ષિત જગ્યાએ પાછા લઈ જાય છે. પશ્ચિમ રેલવે દ્વારા પોસ્ટ આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો છે. રિપોર્ટ મુજબ આ જાગૃતિ ઝુંબેશ અંધેરી અને મલાડ સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં લોકો મોટાભાગે રેલવે પાટા ક્રોસ કરીને જતા નજરે આવે છે. તેથી રેલવે વિભાગે લોકોમાં જાગૃતિ લાવવાના ઇરાદે યમરાજના ગેટઅપમાં એક વ્યક્તિ પાટા ક્રોસ કરતા લોકોને ઉઠાવી સુરક્ષિત જગ્યાએ લઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન