વેટ વાઈપ્સની શોધ શી રીતે થઈ હતી જાણો છો? - Sandesh
  • Home
  • Kids Corner
  • વેટ વાઈપ્સની શોધ શી રીતે થઈ હતી જાણો છો?

વેટ વાઈપ્સની શોધ શી રીતે થઈ હતી જાણો છો?

 | 2:08 am IST

વેટ વાઈપ્સને વેટ ટોવેલ અથવા મોઈશ્ચર ટોઈલેટ તેમજ બેબી વાઈપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વેટ વાઈપ્સ પ્લાસ્ટિકનો અથવા કપડાનો ભેજવાળો નાનો ચોરસ ટુકડો હોય છે. વેટ વાઈપ્સનો ઉપયોગ વ્યક્તિગત સ્વચ્છતા અને ઘરની ડેલિકેટ વસ્તુઓ સાફ કરવા માટે પણ વપરાય છે. વેટ વાઈપ્સની શોધ અમેરિકન સંશોધક આર્થર જુલિયસે કરી હતી. તેમાં સોડિયમ લોરિલ સલ્ફેટથી બનેલા સાબુનું પાતળું આવરણ હોય છે. આર્થર જુલિયમ પહેલાં સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગમાં કામ કરતાં હતાં. તેમણે ૧૯૫૭માં મેનહટનમાં એક પ્રયોગ કર્યો. સાબુને મશીનમાં નાખ્યો તેનું કાગળ પર પાતળું પારદર્શક આવરણ બનાવ્યું. ૧૯૫૮માં આર્થર જુલિયસે તેને વેટ-નેપ નામ આપ્યું, જે નામ આજે પણ પ્રચલિત છે. મિકેનિકની મદદથી તેણે તેમાં થોડા સુધારા કર્યાં અને ૧૯૬૦માં તેનું પ્રોડક્શન બહાર પાડયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન