ટ્રંમ્પના ઠપકાથી વિફર્યું પાકિસ્તાન, દુનિયા સમક્ષ ખુલ્લુ પાડવાની આપી ધમકી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.0300 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ટ્રંમ્પના ઠપકાથી વિફર્યું પાકિસ્તાન, દુનિયા સમક્ષ ખુલ્લુ પાડવાની આપી ધમકી

ટ્રંમ્પના ઠપકાથી વિફર્યું પાકિસ્તાન, દુનિયા સમક્ષ ખુલ્લુ પાડવાની આપી ધમકી

 | 8:03 pm IST

આતંકવાદીઓને સંરક્ષણ આપવાની નીતિ પર અમેતિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પ તરફથી મળેલા ઠપકા બાદ ધુંધવાયેલા પાકિસ્તાને પોતાની પ્રતિક્રિયા આપી હતી. ટ્રંમ્પના ટ્વિટના જવાબમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે ટ્વિટ કર્યું છે. આસિફે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે – અમે રાષ્ટ્રપતિ ટ્રંમ્પના ટ્વિટનો સત્વરે જ જવાબ વાળીશું. ઈંશાલ્લાહ… ચલો દુનિયાને હકીકતની જાણ થશે. તથ્ય અને કલ્પનાઓ વચ્ચેનું અંતર લોકોએ જાણવું જોઈએ.

અગાઉ મેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પે વર્ષ 2018ના આરંભે જ પાકિસ્તાનનો બરાબરનો ઉધડો લીધો છે. આતંકવાદ પ્રત્યે તદ્દન નરમ વલણને લઈને ટ્રમ્પે પાકિસ્તાનને લતાડ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે, પાકિસ્તાન છેલ્લા 15 વર્ષથી અમેરિકાના નેતાઓને આતંકવાદના નામ પર મૂર્ખ બનાવતું આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રંમ્પે ટ્વિટ કર્યું હતું કે – અમેરિકા છેલ્લા 15 વર્ષોથી મુર્ખની માફક 33 અરબ ડૉલરથી પણ વધારે રકમ આર્થિક મદદના નામે પાકિસ્તાનને આપી ચુક્યું છે. પરંતુ તેને (પાકિસ્તાને) અમારા નેતાઓને મુર્ખ સમજ્યા. ખોટું અને છળ-કપટ સિવાય બીજું કંઈ જ ના આપ્યું. ટ્રંમ્પના આ ટ્વિટથી સંકેત મળે છે કે પાકિસ્તનની આતંકવાદી સંગઠનોને સંરક્ષણ પુરૂ પાડવાની નીતિ પર અમેરિકા તરફથી નવા વર્ષથી ગાળીયો કસવામાં આવી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની અફઘાનનીતિ જાહેર કર્યા બાદથી પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે સતત કોસતા રહ્યાં છે. હક્કાની નેટવર્ક અને લશ્કર એ તોયૈબાને લઈને પાકિસ્તાનની બેવડી નીતિથી ટ્રમ્પ ખફા છે. આજે નવા વર્ષના પ્રારંભે જ ડોનાલ્ડ ટ્રંમ્પે ફરી વખત પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતાં. ટ્રમ્પે ટ્વિટ કરી લખ્યું હ્તું કે – આતંકવાદને લઈને પાકિસ્તાનને જે નાણાં આપવામાં આવી રહ્યાં છે, તેના બદલામાં અમેરિકાને માત્ર છળ-કપટ જ મળ્યું છે. અત્યાર સુધી અમેરિકા પાકિસ્તાનને આર્થિક મદદના બહાને 33 અરબ ડૉલર જેટલી જંગી રકમ આપી ચુક્યું છે.

ટ્રમ્પ્રે અમેરિકાના પૂર્વ સત્તાધિશોને પણ નિશાને લેતા લખ્યું હતું કે – પાકિસ્તાને અમારા નેતાઓને છેલ્લા 15 વર્ષથી માત્ર મુર્ખ જ બનાવ્યાં. ટ્રમ્પે અમેરિકાના સૈન્યની ભારોભાર પ્રસંશા કરતા કહ્યું હતું કે, અમેરિકી સૈનિકોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓના નેટવર્કને ઘણા અંશે તોડી પાડ્યું છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનને આતંકવાદીઓ માટે સ્વર્ગ બનાવી દીધું હતું.

જોકે આ પહેલીવાર નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પે પાકિસ્તાનની દાનત પર સવાલ ખડાં કર્યા હોય. ગત વર્ષે પણ અમેરિકાએ પાકિસ્તાનને અનેકવાર કચક ચેતવણી આપી હતી. હવે આગામી સમયમાં અમેરિકા પાકિસ્તાનને આપવામાં આવનારી આર્થિક મદદ બંધ કરે તો પણ નવાઈ નહીં.