We've met a coronary patient - what to do? The answer came from, "Sit in the house and ..."
  • Home
  • Corona
  • અમે કોરોનાના દર્દીને મળેલા છીએ – શું કરીએ? સામેથી જવાબ મળ્યો કે, ‘ઘરમાં બેઠા રહો અને…’

અમે કોરોનાના દર્દીને મળેલા છીએ – શું કરીએ? સામેથી જવાબ મળ્યો કે, ‘ઘરમાં બેઠા રહો અને…’

 | 7:20 am IST

રાજકોટઃ રાજકોટમાં કોરોના સામે હાઈએલર્ટની વાતો કરતાં તંત્રએ આત્મમંથન કરવું પડે તેવા વધુને વધુ કિસ્સા બહાર આવી રહ્યા છે. જે બે દર્દીના કોરોના પોઝિટિવ આવ્યા છે તેમાં બન્નેને સિવિલે પ્રથમ તબક્કે દાખલ ન્હોતા કર્યા હવે જે માતા-પુત્રને કોરોના પોઝિટિવ આવ્યો છે તેના એક નિકટતમ સ્વજને એવી ફરિયાદ કરી છે કે તમામ સરકારી તંત્રને જાણ કરી કે અમે આ બન્ને દર્દીને તાજેતરમાં જ મળ્યા છીએ છતાં અમારા ચેકઅપ કે ક્વોરોન્ટાઈન વિશે કોઈ મદદે આવ્યું નથી.

સિનિયર સિટિઝન એવા મહિલાએ જણાવ્યું કે, અમે બે બહેનો પાંચ દિવસ પૂર્વે કોરોનાના દર્દી એવા વૃધ્ધાની ખબર પૂછવા ગયેલા. હવે જ્યારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે અમે આજે વોકહાર્ટમાં ગયા તો ત્યાંથી અમને કહી દીધું કે અહીં આવું કોઈ ચેકઅપ થતું નથી. અમે હેલ્પલાઈન ૧૦૪મા ફોન કર્યો તો કહ્યું કે તમે ઈચ્છો તો તમારા ઘરમાં જ ક્વોરોન્ટાઈન થઈ જાઓ.

પોલીસ ખાતાના ૧૦૦ નંબર ઉપર ૭ વખત ફોન કર્યો પણ કોઈએ ઉપાડયો નહીં. નંબર-૧૦૮ ઉપર કહ્યું તો જવાબ મળ્યો કે આવા કિસ્સામાં અમારી એમ્બ્યુલન્સ આવશે નહીં. આ ફરિયાદ એક સિનિયર સિટીઝનની છે જેને તંત્ર યોગ્ય માર્ગદર્શન પણ આપી શક્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન