કેવો પારિવારિક ફોટો રાખવો ? - Sandesh

કેવો પારિવારિક ફોટો રાખવો ?

 | 12:03 am IST

ઘરના ડ્રોઈંગરૂમમાં સન્માનજનક જગ્યાએ રાખેલ અથવા લટકાવેલ પારિવારિક ફોટો એ પરિવારમાં તાલમેલ અને સમજમાં વધારો કરવાનું ઉત્તમ માધ્યમ છે. ફોટામાં પરિવારના દરેક સભ્યોનું હસતું સૌમ્ય વ્યક્તિત્વ દેખાવવું જોઈએ, ના કે ગુમસુમ તથા ઉદાસ ચહેરો. ફોટો પડાવતા સમયે એ રીતે બેસવું તથા ઊભા રહેવું જોઈએ કે શુભ ‘શેપ’નું નિર્માણ થાય.

ત્રિકોણ શેપ

જો પરિવારના સભ્યો ત્રિકોણત્મક શેપમાં ફોટો પડાવવા માંગતા હોય તો, પિતા અથવા ઘરના મોભીએ ત્રિકોણમાં સૌથી ઉપરના ભાગમાં ઊભા રહેવું જોઈએ. આ શેપ અગ્નિ તત્ત્વનો છે અને મહત્ત્વપૂર્ણ યાંગ ઊર્જા નિર્મિત્ત કરે છે. જો પિતા અગ્નિ અથવા પૃથ્વી વર્ષમાં જન્મ્યા છે તો, આ શેપ વધારે શુભ છે.

તરંગિત શેપ

આ આકાર જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ શેપ યિન પણ છે અને જે ઘરમાં વધારે પુરુષો હોવાના કારણે યાંગ ઊર્જા વધારે હોય તેવી સ્થિતિમાં કારગર પણ છે.

આ આકારના ફોટામાં પિતા અથવા ઘરના મોભી વચ્ચે હોવા જોઈએ. ફોટામાં માથા સમતલ ના બદલે ઉપર-નીચે હોવા જોઈએ, આનાથી જ તરંગિત આકારનું નિર્માણ થશે. આ એ સ્થિતિમાં વધારે શુભ છે, જ્યારે પિતાનો જન્મ જળ અથવા કાષ્ઠના વર્ષમાં થયો હોય.

લંબચોરસ શેપ

આ આકાર કાષ્ઠ તત્ત્વનો પ્રતિનિધિ છે અને ખૂબ જ સામાન્ય છે. આ આકારમાં દરેકના માથા એક સ્તરે હોય છે. આ આકારને સંતુલિત માનવામાં આવે છે. જો પિતાનો જન્મ કાષ્ઠ અથવા અગ્નિ વર્ષમાં થયો હોય તો આ શેપ ખૂબ જ લાભદાયક છે.

આ આકાર ચોરસ જેવો હોય છે અને ખાસ કરીને નાના પરિવાર માટે વધારે ઉપયોગી છે. ઉદાહરણરૂપે, એક ફોટામાં ચાર લોકોની હાજરી ચોરસ આકાર બનાવે છે. આ આકાર પૃથ્વી તત્ત્વનો પ્રતિનિધિ છે અને દરેક માટે શુભ છે, કારણ કે પૃથ્વી તત્ત્વ પરિવારના દરેક સભ્ય માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. જો પિતાનો જન્મ ધાતુ વર્ષમાં થયો હોય તો, તેના માટે આ આકાર શુભ છે.

ફોટામાં ત્રણ વ્યક્તિ ન હોવી જોઈએ.

મિત્રોએ ત્રણની સંખ્યામાં ફોટો ન પડાવવો જોઈએ. જો પરિવાર ત્રણ સભ્યોનું છે તો ત્રણ સભ્યોનો ફોટો હાનિપ્રદ નથી. ત્રણ સભ્યોના પરિવારના લોકોની ફોટો પડાવવાની ફેંગ શુઈ પદ્ધતિ એ છે કે, ત્રણેય જણા ત્રિકોણાત્મક સ્થિતિમાં ઊભા હોય. તેમાં પરિવારના મુખ્ય સભ્યએ ત્રિકોણમાં સૌથી ઉપર ઊભા રહેવું જોઈએ.

ચીની લોકો ફોટામાં ત્રણ મિત્રો તથા પરિચિતોની હાજરીને અશુભ માને છે. આ જ કારણોસર જૂના જમાનામાં કલાકારોને ત્રણ લોકોના ફોટા પાડવાની મંજૂરી આપવામાં આવતી નહોતી. આમ તો બે વ્યક્તિના ફોટાને પણ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવતી હતી, જ્યારે ત્રણ વ્યક્તિના ફોટાનો અર્થ એ હતો કે, તેમની વચ્ચે ઝઘડો થશે અને તેઓ અવશ્ય અલગ થશે. બીજી માન્યતા એ હતી કે, આવા ફોટામાં જે વ્યક્તિ વચ્ચે હોય છે, તે બાકીના બેથી અલગ થઈ જાય છે. માટે ફોટો પડાવતા સમયે આ તથ્યોને જરૂર ધ્યાનમાં રાખવા જોઈએ.

  • ઘરમાં ફોટા કેવી રીતે લટકાવશો?
  • ટોયલેટની સામેની દીવાલ પર પરિવારના સભ્યોનો ફોટો ના લટકાવશો.
  • અશુભ દિશાઓ તથા ખૂણામાં ફોટો ના લટકાવશો.
  • મુખ્ય દરવાજાની સામેની દીવાલ પર પારિવારિક ફોટો ના લટકાવશો.
  • સીડીઓની સામેની દીવાલ પર પારિવારિક ફોટો ના લટકાવશો.
  • બેઝમેન્ટ (ભોંયરામાં) પણ ફોટા ના ટાંગશો.

[email protected]