જાણી લો તમે પણ 'કિસ ડે' પર કિસના આ બે પ્રકારો વિશે - Sandesh
  • Home
  • Lifestyle
  • જાણી લો તમે પણ ‘કિસ ડે’ પર કિસના આ બે પ્રકારો વિશે

જાણી લો તમે પણ ‘કિસ ડે’ પર કિસના આ બે પ્રકારો વિશે

 | 2:00 pm IST

પ્યાર અને આકર્ષણ વ્યક્ત કરવા માટેની યુનિવર્સલ અને મૂક ભાષા કોઈ છે તો એ કિસ છે. એ તો ખરું જ, પણ કિસથી હેલ્થને લગતા જે ફાયદા છે એ આશ્ચર્યજનક છે. તો એવી જ રીતે એના કેટલાક ગેરફાયદા પણ છે.

કિસ એટલે શું ?
પ્રેમની ઉત્તમ અભિવ્યક્તિ ચુંબનથી થાય છે. કામસૂત્રથી માંડી અર્વાચીન યુગના વૈજ્ઞાનિકોએ ચુંબનને ખૂબ જ મહત્વ આપ્યું છે. કિસથી માણસની જિંદગી લાંબી થઈ જાય છે. સાઇકોલોજી અને સેક્સોલોજી મુજબ ચુંબન પોઝિટિવ અને માનવીય લાગણીઓની હકારાત્મક અભિવ્યક્તિ છે જે અનિવાર્ય છે.

ચુંબનના બે પ્રકારનાં છે – એક ઉન્નત પ્રણયાવસ્થાનું, જે પ્રેમી-પ્રેમિકા કે પતિ-પત્નીનું છે તો બીજું છે મૈત્રી, સાંનિધ્ય, સામાજિકતા, નિકટતાનું; જે લવમેકિંગ સિવાયના કોઈ પણ સંબંધમાં છે જે અશ્લીલ નથી, નિર્દોષ છે. હોઠમાં જાતીય સંવેદનાઓ વધુ હોય છે તેથી લવમેકિંગમાં કિસ હોઠ પર થાય છે ત્યારે જાતીય આવેગો ઝડપથી એક્ટિવ થાય છે. આમાં શરીરના તમામ અવયવો ચુંબનક્ષમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન