What are some interesting facts about Sanjay Dutt-Sridevi Controversy
  • Home
  • Featured
  • Photos: અચાનક અડધી રાત્રે શ્રીદેવીના રૂમમા આવ્યો સંજય દત્ત, પછી જે થયુ…

Photos: અચાનક અડધી રાત્રે શ્રીદેવીના રૂમમા આવ્યો સંજય દત્ત, પછી જે થયુ…

 | 8:06 am IST

વર્ષ 1993ની વાત છે. સંજય દત્ત અને શ્રીદેવીની ફિલ્મ ગુમરાહ આવી હતી. દર્શકોને આ જોડી ખુબજ ગમી હતી. મહેશ ભટ્ટના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સંજય દત્ત અને શ્રીદેવી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા હતા. પડદાની પાછળ એક અલગ જ કહાની ચાલી રહી હતી. જેની ચર્ચા આજે પણ થાય છે.

સંજય દત્તે 1981માં રોકી ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. સુનીલ દત્ત અને નરગિસના પુત્ર સંજયનો ઉછેર ખુબજ લાડકોડથી કરવામાં આવ્યો હતો. સ્ટાર તો એ હતો જ અને રોકી

ફિલ્મે તેને સુપરસ્ટાર બનાવી દીધો હતો. 80ના દશકમાં શ્રીદેવી ઇન્ડસ્ટ્રીઝની નંબર 1 એકટ્રેસ હતી. સંજય દત્ત તમામના દુલારા હતા. 1983માં એક અવી ઘટના બની કે જેણે શ્રીદેવીને ડરાવીને રાખી દીધી. કહેવાય છે કે આ ઘટના શ્રીદેવીએ નક્કી કર્યુ કે સંજય દત્ત સાથે ક્યારેય કામ નથી કર્યુ.

એટલું જ નહીં ફિલ્મમાંથી સંજય દત્તને બહાર કાઢવા માટે જાત જાતના પેતરા કર્યા હતા. આ ઘટના ફિલ્મ હિમ્મતવાલાના શૂટિંગના સમયની છે. શ્રીદેવી અને જીતેન્દ્ર આ ફિલ્મમાં મુખ્ય રોલ નિભાવી રહ્યા છે. સંજય દત્ત શ્રીદેવીના ફેન હતા.

દિવસે મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતુ સંજય દત્તને તેના દોસ્તે કહ્યું કે શ્રીદેવીની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. પછી તો કહેવાય છે કે સંજય દત્તે નક્કી કર્યુ કે શ્રીદેવીને મળવા પહોંચી જશે.

ફિલ્મના સેટ પર પહોચીને સંજય દત્તે ભારે હોબાળે કર્યો એટલું જ નહી રાત્રે અચાનક નશામાં ધુત થઈ શ્રીદેવીના રૂમમાં પહોંચી ગયો. શ્રીદેવી સંજય દત્તથી ખુબજ ડરી ગઈ. ત્યારબાદ સંજય દત્તથી દુર રહેવામાં જ શ્રીદેવીને ભલાઈ લાગી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન