What are the astrological benefits of wearing a Ring and kada
  • Home
  • Astrology
  • રાશિ અનુસાર જાણો હાથમાં અંગૂઠી કે કડું પહેરવાથી ફાયદો થશે કે નુકસાન

રાશિ અનુસાર જાણો હાથમાં અંગૂઠી કે કડું પહેરવાથી ફાયદો થશે કે નુકસાન

 | 12:40 pm IST

કેટલાક લોકોને આભૂષણ પહેરવાનો ખુબજ શોખ હોય છે. સોનાના ચાંદીના તેમજ અલગ અલગ ધાતુઓની બનાવટના આભૂષણ પહેરવામાં આવે છે. શોભાની અભિવૃદ્ધિ કરતા આ આભૂષણ ખુબજ આકર્ષક લાગે છે સાથે સાથે તમારા વર્તન પર તેની અસર પાડે છે આવા આભૂષણ કેવી અસર પાડે છે તમારા પર જાણીએ વિસ્તારથી.

આપણા જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિઓ અંગે દર્શાવવામાં આવ્યુ છે કે કઈ રાશિએ કઈ ધાતુ પહેરવાથી થશે ફાયદો કે નુકસાન તો હવે શરીર પર અલંકાર ધારણ કરો તે પહેલા જાણીલો ફાયદો થશે કે નુકસાન. મેષ, કર્ક, સિંહ અને ધનુ રાશિએ સોનું ધારણ કરવાથી લાભ થશે. જ્યારે વૃષભ, મિથુન, કન્યા અને કુંભ રાશિવાળાએ સોનું ધારણ કરવાથી દૂર જ રહેવું જોઈએ.

આ પણ વાંચો: આ 4 રાશિના જાતકો ઢગલા મોઢે કરે છે કમાણી, લક્ષ્મીજીના ચાર હાથ હોય તેમના માથે

તુલા અને મકર રાશિઓએ સોનું ઓછુ પહેરવું જોઈએ. વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ સોનું ધારણ કરવાથી ફાયદો કે નુકસાન નહીં થાય. જો શોખ હોય તો તમે સોનું પહેરી શકો છો. ખાસ એ લોકોએ સ્વર્ણના આભૂષણનો પ્રયોગ કરવો જોઈએ નહીં જેમની કુંડળીમાં બૃહસ્પતિ ખરાબ હોય અને દૂષિત હોય તો ખરાબ પરિણામ જ આપે.

સ્વર્ણ આભૂષણ પવિત્ર ધાતુ છે જેને પગમાં ધારણ કરવાથી અશુભ થાય છે. માન્યતા છે કે બૃહસ્પતિની ધાતુ એટલે સોનું આને પગમાં પહેરવાથી દામ્પત્ય જીવનમાં તકલીફ શરૂ થાય છે. સ્વર્ણની ખરીદી કરો ત્યારે ચોખ્ખો દિવસ વાર જરૂરથી જુઓ. સોનું ધારણ કરો ત્યારે શરાબ અને માંસાહારના સેવનથી દૂર રહેજો. આવું કરશો તો સમસ્યાઓનો સામનો કરવાનો આવશે. માન્યતા છે કે સોનું બૃહસ્પતિની પવિત્ર ધાતુ છે આથી આની પવિત્રતા જાળવી રાખવી જોઈએ.

જે રાશિનો ગુરૂ મજબુત હોય શુક્ર પાવરફૂલ હોય તેમણે કડું ધારણ કરવું જોઈએ. જે રાશિનો શનિ નબળો હોય તેણે અંગૂઠી ધારણ કરવી જોઈએ.

આ Video જુઓ: દર્શન કરો શીરડીના પંચમુખી વિષ્ણુ ગણેશ મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન