What do you do to control blood sugar? These vegetables are the remedy
  • Home
  • Health & Fitness
  • બ્લડ સુગરને કાબૂમાં રાખવા શું કરશો?, આ શાકભાજી છે રામબાણ ઉપાય

બ્લડ સુગરને કાબૂમાં રાખવા શું કરશો?, આ શાકભાજી છે રામબાણ ઉપાય

 | 6:13 pm IST

દેશભરમાં ડાયાબિટીસના દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બેજવાબદાર અને લાપરવાહીના કારણે લોકો ક્યારેક જીવને જોખમમાં મુકી દે છે. ત્યારે ડાયાબિટીસ અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવામાં શાકભાજીનું સેવન કરવું ખુબ જ આવશ્યક છે. ગ્લાયકેમિક ઈન્ડેક્સ એક મુલ્ય છે જે માપવા માટે વપરાય છે કે ખોરાક લોહીમાં બ્લડ શુગર લેવલને પ્રભાવિત કરે છે. ડાયાબિટીઝના દર્દીઓએ ઓછી ગ્લાયકેમિક ઈન્ડેક્સવાળી શાકભાજીઓનું સેવન કરવું જોઈએ.

બીટ

શરીરનું તંદુરસ્તા માટે લિલોતરી શાક ખુબજ ઉપયોગી છે. તેમાં પણ બીટ શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીટ લોહીને ઘટ્ટ કરવાનું કામ કરે છે. તો સાથે સાથે ડાયાબિટીઝના દર્દીઓએ બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે બીટનું સેવન કરવું જોઈએ. બીટ આરોગ્ય માટે ફાયદાકારક છે. બીટમાં વિટામિન, વનસ્પતિ સંયોજનો અને ખનિજો પુષ્કળ હોય છે. જે શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.

પાલક

ડાયાબિટીઝને કાબૂમાં રાખવા માટે પાલકની ભાજી પણ ખુબજ મહત્વની છે. પાલકને ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. પાલકનું સેવન કરવાથી વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.

બ્રોકોલી

ડાયાબિટીઝના દર્દીઓએ શાકભાજીનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ. દર્દીઓએ આહારમાં બ્રોકોલીનો સમાવેશ કરવો જોઈએ. બ્રોકોલીનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધતું નથી. બ્રોકોલી પોષક તત્વોથી ભરપુર છે અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ટામેટાં

ટામેટાનું સેવન કરવાથી ડાયાબિટીઝના દર્દીઓમાં કોઈ નુકસાન થતું નથી. તમે ટામેટા કાચા અને રાંધેલા કોઈપણ રીતે ખાઈ શકો છો. ટામાટા ખાવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. ટામેટા હ્યદય માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ડાયાબિટીઝના દર્દીઓએ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે વિવિધ શાકભાજીનું સેવન કરવું ખુબ જ હિતાવહ છે. જેના દ્વારા શરીરની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે.

આ વીડિયો પણ જુઓ: નેચરોપેથી રામબાણ ઈલાજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન