Spiritual, Astrology what does raj yoga in birth chart signify
  • Home
  • Astrology
  • જો જાતકની કુંડળીમાં હોય ‘વિપરીત રાજયોગ’ તો મળે છે આવુ ફળ

જો જાતકની કુંડળીમાં હોય ‘વિપરીત રાજયોગ’ તો મળે છે આવુ ફળ

 | 4:01 pm IST

વૈદિક જ્યોતિષના અનેક પ્રકાર રાજયોગમાં વર્ણવવામાં આવ્યા છે, નામથી જાણી શકાય છે તેમ રાજયોગ જે જાતકની જન્મકુંડળીમાં હોય છે તે સામાન્ય પરિવારમાં જન્મેલ હોવા છતા સફળતાની બુલંદીઓને સ્પર્શી લે છે. કેટલાક જાતકોની કુંડળીમાં વિપરીત રાજયોગ હોય છે.

આનું નામ ભલે વિપરીત રાજયોગ હોય પણ આનું ફળ રાજયોગ જેવુંજ શુભ આપે છે. વિપરીત રાજયોગ બે અશુભ ભાવોથી મળીને બને છે. આપણે જાણીએ જ છીએ કે ગણિતમાં જે રીતે ઋણ-ઘન મળીને બને છે તે જ રીતે જ્યોતિષમાં જ્યારે અશુભ ભાવ અને તેમના સ્વામી વચ્ચે સંબંધ રચાય છે ત્યારે શુભ પ્રભાવામં બદલાઈ જાય છે આને વિપરીત રાજયોગ કહેવામાં આવે છે.

શું હોય છે ‘વિપરીત રાજયોગ’

જે પ્રકારની કુંડળીમાં રાજયોગ સુખ, સંપત્તિ, ધન, સન્માન, પ્રતિષ્ઠા, ભૌતિક સુખ સુવિધાઓ અને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તરક્કી આપે છે આજ રીતે વિપરીત રાજયોગ પણ શુભ ફળ આપે છે. વિપરીત રાજયોગ બનાવનારા ગ્રહોની દશા-મહાદશામાં આવે છે જે જાતકના જીવનમાં ખુબજ ઝડપથી શુભ પ્રભાવ આપે છે.

કેવી રીતે બને છે વિપરીત રાજયોગ?

જ્યોતિષના નિયમો અનુસાર જ્યારે કુંડળીમાં ત્રિક ભાવ એટલેકે છઠ્ઠા, આઠમા અને બારમાં ભાવનો સ્વામી અંદરો અંદર યુતિ સંબંધ બનાવે છે તો વિપરીત રાજયોગ બનાવે છે. આનું પરિણામ એ આવે છે કે બંને એકબીજાના વિપરીત પ્રભાવને દૂર કરી દે છે.

બારમો ભાવ વ્યય સ્થાન કહેવાય છે

જો કોઈ જાતકની ગરીબી અચાનક દૂર થઈ જાય તો એને વિપરીત રાજયોગનું પરિણામ સમજી શકાય તેમ છે. આજ રીતે જ્યારે બારમાં ભાવમાં વ્યય સ્થાન કહેવાય છે જો કોઈ જાતકના ખરચાઓ પર અચાનક લગામ લાગે બેન્કમાં પૈસા જમા થવા લાગે તો સમજીલો કે વિપરીત રાજયોગનું ફળ મળી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન