What effect will Jupiter have on Sagittarius on 20th July?
  • Home
  • Astrology
  • શુભગ્રહ ગુરુ મકરમાંથી 20મી જુલાઈએ વક્રી થઈને ધનુમાં પ્રવેશ કરશે, જાણો કયાં કેવી ઉથલપાથલ કરી મોટી અસરો દેખાડશે

શુભગ્રહ ગુરુ મકરમાંથી 20મી જુલાઈએ વક્રી થઈને ધનુમાં પ્રવેશ કરશે, જાણો કયાં કેવી ઉથલપાથલ કરી મોટી અસરો દેખાડશે

 | 12:21 pm IST

શુભ ગ્રહ ગુરુ મહારાજ મકરમાંથી ધનુમાં 20મી જુલાઈએ વક્રી થઈને પ્રવેશ કરશે અને 19 સપ્ટેમ્બર સુધીનું ગુરુ ભ્રમણ દેશકાળ માટે શુભ અને મંગલકારી નિવડશે. ગુરુ પોતાની સ્વરાશિમાં હોવાથી ડબલ શુભ થશે. આથી શિક્ષકો, પ્રોફેસરો, ન્યાયધીશો, પંડિતો, વિદ્વાનો, નાણાં ધીરધાર કરનાર શરાફ માટે શુભ થશે. પીળી વસ્તુઓ અને સુવર્ણ આદિ માટે ભાવ વૃદ્ધિ કરાવશે. જીવન ઉપયોગી ચીજ વસ્તુઓના ભાવ પણ વધતા જણાશે.

ગુરુનું ભ્રમણ લોકકલ્યાણકારી સંસ્થાઓ, ટ્રસ્ટો, વિદ્યાલયો અને દાનપુણ્યની પ્રવૃતિઓ તથા અન્ય શુભ હેતું ધ્યેય અંગે કાર્ય કરનાર સંસ્થાઓ માટે ગુરુ શુભ અસર કરશે. આ સમયમાં ધોધમાર વરસાદ જોર પકડતો લાગે અને તેથી ધાર્યા કરતા વધુ વૃષ્ટિ થવાથી જળરેલની શક્યતાઓ જણાય. વરસાદ ઉપરાંત વેપાર વિક્રય પણ વધતો જણાશે.

લોકો ખુશી અને આંનદ અનુભવે. સરકારના કાર્યો સહાયો અને જનકલ્પાણના કામોથી રાહત વધશે. રોગચાળોને કાબૂમાં રાખવા સૌએ જાતે જ પ્રયત્નો કરવા પડશે. અચાનક રોગ બંધ થવાની આશા જણાતી નથી. જુલાઈથી પુન:ઉપદ્રવ વધવાની ચિંતા જણાય છે. કોરોના સિવાય અન્ય પાણીજન્ય રોગો જેવા કે ઝાડા, ઉલ્ટી, મરડો, કોલેરા જેવા રોગ સામે સરકારે અગમચેતીરૂપે કામગીરી કરવી જરૂરી થઈ પડશે. પ્રજાને શુદ્ધ પાણી મળે તેવી પણ વ્યવસ્થા અગત્યની છે.

ગટરો, નળના પાઈપો વચ્ચે મિશ્ર થવાના બનાવો અટકાવવાની પગલાં ભરવા પડશે. પાણીની પાઈપો ગટરલાઈનથી અલગ કરવી પડશે. આમ આ બે મહિના પાણીની વ્યવસ્થા અંગે મ્યુનિસિપાલિટી તથા પ્રજાએ જાગ્રત રહેવું પડશે.

રાશિફળ:-

મેષ- ભાગ્યકારક તક, પ્રવાસ સફળતા
વૃષભ- તબિયત સાચવવી, નાણાંભીડ, રૂકાવટ
મિથન- ગૃગજીવન ભાગીદારી માટે ચિંતા
કર્ક- લાભની તક, વિધ્ન દૂર થાય. વિજય
સિંહ- સંતાન ચિંતા, વિધાભ્યાસમાં વિધ્ન
કન્યા- સંપત્તિ, નોકરી, ધંધામાં રૂકાવટ
તુલા- સાનુકુળ તક, પ્રવાસ,પ્રગતિ
વૃશ્વિક- નાણાંભીડ, વિધ્ન, બીમારી
ધન- સાનુકૂળ તક, લાભની તક
મકર- વ્યય-પ્રતિકૂળતા, ચિંતા
કુંભ- અગાઉના કામમાં સફળતા, શુભ
મીન- વ્યવસાયિક સમસ્યા હલ થાય

સૂર્ય મંત્ર:-

જે જાતકોને સૂર્ય અશુભ ફળ આપતો જણાય તે વ્યક્તિઓએ દર રવિવારે સૂર્યોદય સમયે સૂર્યનમસ્કાર સાથે જળનો અર્ધ્ય આપીને મંત્ર જાપ કરવાથી રાહત તેમજ રક્ષણ જણાશે. એકટાણું ઉપવાસ અનુકૂળતા મુજબ કરી શકાય.

મંત્ર: ઓમ ર્હાં ર્હ્રીં હ્રૌ સ: સૂર્યાયનમ:

આ મંત્રના યથાશક્તિ જાપ કરવાથી આત્મબળ મળે છે.

આ પણ જુઓ વીડિયો: શિવજીના કેટલાક શાસ્ત્રોક્ત ઉપાયો દ્વારા મેળવીએ મનની શાંતિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન